નવરાત્રીમાં મેઘરાજાની થશે ધમાકેદાર એન્ટ્રી- હવામાન વિભાગની આગાહીએ ખેલૈયાઓને મુસીબતમાં મૂક્યા

ગુજરાત

ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં વરસાદનું કંઈક વિચિત્ર વર્તન જોવા મળી રહ્યું છે. જુલાઈ મહિનામાં ભારે વરસાદ થયો હતો અને ઓગસ્ટ મહિનો સાવ કોરો રહ્યો હતો અને લોકો પરેશાન થયા હતા. જોકે, જન્માષ્ટમી નજીક આવતાં જ રાજ્યમાં વરસાદે ફરી એકવાર હાહાકાર મચાવ્યો હતો. હવે વરસાદનું જોર ઘટ્યું છે.

પરંતુ એક સમયે વરસાદના મામલે ભાદરવો ભરપૂર જેવી સ્થિતિ થઈ હતી. હવે શુક્રવારથી પંદર દિવસનો શ્રાદ્ધ પક્ષ શરૂ થયો છે. ત્યારબાદ જગત જનની મા જગદંબાની નવરાત્રી આવશે. ગયા વર્ષે વરસાદે નવરાત્રીમાં ખેલૈયાઓને મુસીબતમાં મૂકી દીધા હતા એવી રીતે જ આ નવરાત્રીમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે ધમાકેદાર વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં તો એવો ભારે વરસાદ વરસ્યો કે ઘણા વિસ્તારમાં નદી-નાળાં છલકાઈ ગયા હતાં અને પૂર પણ આવ્યું હતું. જોકે, હવે ગુજરાતમાં વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી રાજ્યના અમુક ભાગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના કારણે સ્થાનિક હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે. 1 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, 2 ઓક્ટોબર ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે.

હવામાન વિભાગ દ્વારા નવરાત્રીને લઈને આજે મોટી આગાહી કરવામાં આવી છે. આ પ્રમાણે 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોળાર્ધમાં જતાં ચોમાસાની ધીમે ધીમે પૂરું થતું હોય છે. પરંતુ, આ વખતે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે જેના કારણે વરસાદ પણ વરસી શકે છે. 2 ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધી શકે છે. પરંતુ, 18, 19 અને 20 ઓક્ટોબરથી આ વાવાઝોડાની ગતિવિધિમાં મોટાપાયે વધારો થવાથી નવરાત્રીમાં પણ વરસાદ ખાબકી શકે છે.

અરબી સમુદ્રમાં થઈ રહેલા હવામાનના ફેરફારના કારણે તારીખ 12 થી 20 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થઈ શકે છે. આ દરમિયાન, મુંબઈ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, રાજ્યમાં 12 થી 20 ઓક્ટોબરની વચ્ચે પણ આવો માહોલ સર્જાઇ શકે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *