OMG! આ મહિલાએ નાની એવી કારમાં ભર્યા 25 જેટલા બાળકો… વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો

વાઇરલ

આજકાલ ઘણા ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ઘણા વીડિયો એવા હોય છે જેને જોઈને આપણે ચોંકી જઈએ છીએ. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા પોતાની નાની કારમાં 25 જેટલા બાળકોને લઈને જઈ રહી હતી.

જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કાર રોકવામાં આવી તો અંદરનો નજારો જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બાદમાં પોલીસ અધિકારીએ એક પછી એક તમામ બાળકોને બહાર કાઢ્યા હતા. આ ચોંકાવનારી ઘટના ઉઝબેકિસ્તાનના બુખારામાં બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા પ્રાથમિક શાળાની શિક્ષિકા હોવાનું કહેવાય છે.

આ મહિલા, જેની જાહેરમાં ઓળખ થઈ નથી, તે તેની કારમાં 25 વિદ્યાર્થીઓને લઈ જઈ રહી હતી. આ મહિલા શિક્ષકે 25 માસૂમ બાળકોને બળજબરીથી તેમાં બેસાડ્યા હતા. આ કરીને તેણે માત્ર પોતાના જીવન સાથે જ નહીં પરંતુ માસૂમ બાળકોના જીવ સાથે પણ રમત રમી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાછળની સીટથી લઈને સ્ટિયરિંગ સુધી બાળકો ભર્યા છે.

નવાઈની વાત એ છે કે, બાળકોના માતા-પિતાએ બાળકોને આ રીતે કેવી રીતે જવા દીધા! શિક્ષિકાનું કહેવું છે કે, તે દરરોજ વિદ્યાર્થીઓને એક જ કારમાં ઘરે લઈ જતી હતી. પરંતુ આ વખતે મહિલા ટ્રાફિક પોલીસની નજરથી બચી શકી નહિ. પોલીસ દ્વારા મહિલાને ઠપકો આપવામાં આવ્યો અને ભવિષ્યમાં આવી રીતે વાહન ન ચલાવવાની સલાહ આપી હતી.

અહેવાલો મુજબ, મહિલાને અસુરક્ષિત ડ્રાઇવિંગના કેસમાં પબ્લિક કાઉન્સિલ દ્વારા સજા આપવામાં આવી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે નિર્દોષ બાળકોને કારમાં બેસાડી દેવામાં આવ્યા છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે, કારમાં પગ મુકવા માટેની પણ હવે જગ્યા રહી નથી, આ જોઈને પોલીસ કર્મીઓ પણ ચોંકી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *