અભિનેત્રી પરિણીતી ચોપરા યુકેમાં પોતાના વેકેશનનો સમય પસાર કરી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે તેમને હાલમાં જ પોતાનું પર્સનલ ફોટોશૂટ શેર કર્યો હતો જેમાં ચાહકોએ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી હતી. પરંતુ આ પહેલા અભિનેત્રીએ યુકેમાં પોતાનો અનુભવ લોકો સમક્ષ રજૂ કર્યો હતો. યુકેમાં પર્યાવરણ અને હરિયાળી વિશે વાત પણ કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે યુકેમાં રહેવાનું મને ખૂબ જ પસંદ છે કારણ કે અહીંયા પ્રકૃતિનો એક અલગ જ આનંદ મળે છે જેથી આ સ્થળને હું ખૂબ જ પસંદ કરું છું. હાલમાં વાયરલ થયેલા ફોટોશૂટે પણ ખૂબ જ ધૂમ મચાવી દીધી છે.
વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અભિનેત્રી પરિણીતી ચોપરાએ શોર્ટ ડ્રેસ સાથે અલગ અલગ અંદાજમાં કાતિલ પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું છે જેમાં અભિનેત્રીનો એકદમ કિલર લુક જોવા મળે છે. આપને જણાવી દઈએ કે અભિનેત્રી પરિનીતી ચોપરા અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મમાં પોતાના અભિનય કરી લોકોના દિલ જીતી લીધા છે. ફિલ્મ ક્ષેત્રમાં અભિનેત્રીની લોકપ્રિયતાના કારણે આજે સોશિયલ મીડિયામાં 45 મિલિયન કરતા પણ વધારે ફોલોવર્સ રહેલા છે જે હંમેશા પરિણીતી ચોપરા ની લાઈફ સ્ટાઈલ અને ફેશન સ્ટાઈલ સાથે જોડાયેલા રહે છે.
View this post on Instagram
થોડા સમય પહેલા અભિનેત્રીએ રક્ષાબંધન પર્વની ઉજવણી પોતાના ભાઈઓ સાથે પણ કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે આ તમામ તસવીરોમાં અભિનેત્રી ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળી હતી. સાદગી સ્વભાવને કારણે જ આજે લોકો તેમને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢા સાથે 23 અને 24 સપ્ટેમ્બર 2023 ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા.
અભિનેત્રી ની સગાઈ 13 મે 2023ના રોજ કપૂરથલા હાઉસ, દિલ્હી ખાતે થઈ હતી. આ પવિત્ર પ્રસંગમાં તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ વિશિષ્ટ ઉપસ્થિતિ આપી હતી.સમારોહમાં હાજરી આપનારા મહેમાનોમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો પી ચિદમ્બરમ અને કપિલ સિબ્બલ અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સહિતના મહેમાનો નો સમાવેશ થાય છે. હાલમાં પરિણીતી ચોપરા ફિલ્મ ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહી છે જ્યારે તેમના પતિ રાઘવ ચઢા પણ રાજકારણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યા છે.