હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે જેને લઇ ચારેકોર શોકની લાગણી જોવા મળી હતી.બોલીવુડ ફિલ્મના જાણીતા પ્રેસ ફોટોગ્રાફર પ્રદીપ બાંધેકરે 70 વર્ષે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. પ્રદીપ ના મૃત્યુના સમાચાર સાંભળી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક નો માહોલ જોવા મળ્યો હતો. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ બોલીવુડ હોલીવુડ તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ અભિનેતા અને અભિનેત્રીઓએ પોતાની દુઃખની લાગણી સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રદીપ ના પુત્ર એ કહ્યું હતું કે તેમના પિતાનું રવિવારે અવસાન થયું છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં પ્રદીપના ચાહકોને જાણ થતા ની સાથે જ દુઃખનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રદીપ એ પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા પરંતુ વધુ સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ડોક્ટરની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કર્યા હતા. તેઓ કોઈપણ કાર્ય ખૂબ જ સારી રીતે નિભાવતા હતા. આ કારણેથી તે બોલીવુડ સેલિબ્રિટી અજય દેવગન અક્ષય કુમાર અમિતાભ બચ્ચન શાહરુખ ખાન તમામ લોકોના પ્રિય હતા. પોતાના પિતાના મૃત્યુ અંગે વાત કરતા તેમના પુત્ર એ જણાવ્યું હતું કે રવિવારે સાંજે અમે પરિવાર સાથે ડિનર કરી ઘરે પરત ફર્યા હતા પરંતુ અચાનક જ પિતાજીની તબિયત લથડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા હાલમાં તેના અંતિમ વિધિની તમામ પ્રક્રિયાઓ ચાલી રહી છે.
મૃત્યુના સમાચાર ફિલ્મના સેલિબ્રિટી એ સાંભળતા ની સાથે જ સોશિયલ મીડિયામાં પોતાની દુઃખની લાગણી વ્યક્ત કરી હતી તથા તેમની સાથેની અનેક યાદો તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં શેર કરી તેમના પ્રત્યેનો પ્રેમ પણ રજૂ કર્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રદીપ ના કાર્યોને ક્યારેય ભૂલી શકશે નહીં તેવો આજે ભલે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ તેમની યાદો અને કાર્યો હંમેશા તમામ લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવીને રહેશે.
પ્રદીપ એ તમામ ફિલ્મોની સફળતા માટે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. આ કારણથી જ બોલીવુડ ફિલ્મના અભિનેતા અજય દેવગન એ પોતાની લાગણી વ્યક્ત કરતા સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે પ્રદીપ બાંધેકરજી નું નિધન એક અંગત ખોટ છે મારા અને મારા પરિવાર સાથે તેમનો ખૂબ જ જૂનો સંબંધ રહ્યો છે. તેમને અમે ખૂબ જ યાદ કરીશું ઓમ શાંતિ તેમની અંતિમ વિધિમાં પણ અનેક ફિલ્મના સેલિબ્રિટીમાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં તો તમામ લોકોમાં ખૂબ જ દુઃખનો માહોલ જોવા મળ્યો હતો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાના અલગ અલગ ભાવ અને પ્રેમ રજૂ કરતા જોવા મળ્યા હતા.