હાલ સૌથી લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી અનેક દુઃખદ સમાચાર સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે જેમાં હાલમાં જ સિરિયલમાં તારક નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અભિનેતા એ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના પિતાના નિધન અંગેના સમાચાર શેર કર્યા હતા જેમાં ચાહકો અભિનેતા અને અભિનેત્રી સહિત તમામ લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
અભિનેતા શૈલેષ લોઢા એ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના પિતા સાથેની અનેક તસવીરો શેર કરતા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ સંવેદના વ્યક્ત કરતા તેમને લખ્યું હતું કે હું જે પણ કઈ છું માત્ર તમારો પડછાયો છું. આજે સવારના સૂર્યએ દુનિયાને પ્રકાશિત કરી પરંતુ અમારા જીવનમાં અંધકાર છવાઈ ગયો… પપ્પા એ દેહ ત્યાગી દીધો. આંસુઓની ભાષા હોતી તો હું કંઈક લખી શકતો. એકવાર ફરીથી કહી દો ને બબલુ.
અભિનેતાની આ તસવીરો અને શબ્દો જોતાની સાથે જ ચાહકોની આંખમાંથી પણ આંસુ જોવા મળ્યા હતા. આ તસવીરોમાં તારક મહેતા સિરિયલમાં રોશનનું પાત્ર ભજવનાર જેનીફર મિસ્ત્રી એ પણ દુઃખ વ્યક્ત કરતા ઓમ શાંતિ લખ્યું હતું. અન્ય અભિનેતા અને અભિનેત્રીઓએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
View this post on Instagram
આપને જણાવી દઈએ કે શૈલેષ લોઢાના પિતાની બંને કિડની ખરાબ હતી. એક અઠવાડિયામાં ત્રણ વખત તેમનું ડાયાલિસિસ થયું હતું. તારક મહેતા સીરીયલ માં શૈલેષ લોઢા ખૂબ જ લાંબા સમયથી જોડાયેલા છે પરંતુ વર્ષ 2022 માં તેમણે સીરીયલ ને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું જો કે તેમના ચાહકો આજે પણ તેમના અભિનયને યાદ કરી રહ્યા છે. આ દુઃખની પરિસ્થિતિમાં પણ તેમના ચાહકોએ અભિનેતા ને સાથ સહકાર આપ્યો હતો તથા અચાનક આવી પડેલા દુઃખને ભગવાન સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થનાઓ પણ કરી હતી.
આ સીરીયલમાં શૈલેષ લોઢાનો અભિનય આજે પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી તારક મહેતા સીરીયલ થી જોડાયેલા હતા તેમણે પોતાના અનુભવો વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સીરીયલ એ મને ઘણું બધું શીખવાડ્યું છે તથા મારા જીવનમાં આગળ વધવાની શક્તિ અને આત્મવિશ્વાસ પણ પૂરો પાડ્યો છે હું હંમેશા મારા ચાહકો સાથે જોડાયેલો રહીશ આ કારણથી જ અવારનવાર અનેક તસવીરો અને વિડિયો અભિનેતા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતા રહે છે આ દુઃખની ઘડીમાં પણ તેમના ચાહકો અભિનેતાની સાથે જોવા મળ્યા હતા. આ કારણથી કહી શકાય કે તમામ ચાહકોના દિલમાં શૈલેષ લોઢાનો અભિનય રાજ કરી રહ્યો છે.