પાવાગઢ ડુંગરે સદનશાની દરગાહે માથું ટેકવા ગયેલ યુવકનું 500 ફૂટ ઊંડી ખીણમાં પડતા નીપજ્યું મોત – ૐ શાંતિ

ગુજરાત

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં આવેલ સાધના દરગાહ ખાતે પરિવાર સાથે માથું નમાવવા આવેલ આણંદ જિલ્લાનો એક યુવક 500 ફૂટ ઉંડી ખીણમાં પડી ગયો હતો. ગઈકાલે સાંજે અકસ્માત બાદ હાલોલ અને પાવાગઢ પોલીસની ટીમ આજે ખીણમાં યુવકની શોધખોળ કરી રહી હતી ત્યારે તેનો મૃતદેહ 150 ફૂટની ઉંડાઈએ પથ્થરો અને ઝાડ પર પડેલો મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ દોરડાની મદદથી લાશને સલામત રીતે બહાર કાઢી હતી. પાવાગઢ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામના રહેવાસી નિઝામભાઈ ઓડ તેમની પત્ની અને પુત્ર હનીફ ઓડ અને તેમના પરિવાર સાથે પાવાગઢ ટેકરીની ઉપર આવેલી દરગાહ પર દર્શન કરવા આવ્યા હતા. હનીફ ઓડ તેના માતા-પિતા અને પરિવારના સભ્યો સાથે દરગાહ પર માથું નમાવીને સીડીઓથી નીચે જઈ રહ્યા હતા. જે આનંદ અને ખુશી સાથે પરિવાર પરત ફરી રહ્યો હતો તે અકસ્માતની જાણ થતાં જ શોકમાં ફેરવાઈ ગયો હતો.

ચીંથરીઆ મહાદેવ સામે ભદ્રકાળી મંદિર તરફ જતા રોડ પર ખીણ પાસે આવેલ ડુંગરની બાજુમાં પેશાબ કરવા ગયેલા હનીફ અચાનક લપસીને 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો હતો. માતા-પિતા, પત્ની અને બાળકોની સામે પરિવારના સભ્યો હનીફ ખીણમાં પડી ગયા અને રડવા લાગ્યા. પરંતુ, ઊંડી ખીણમાં હનીફની કોઈ ખબર મળી ન હતી.

ઘટનાની જાણકારી ગઈકાલે સાંજે 5:30 વાગ્યા પછી સ્થાનિક પોલીસને આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને ખીણની આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, વાતાવરણમાં ધુમ્મસ અને સાંજના સમયે અંધારપટના કારણે પોલીસે હાલોલ ફાયર ફાયટર સાથે મળીને આજે સવારે 500 ફૂટ ઉંડી ખાડીમાં પરિવારે જણાવેલ જગ્યાએથી હનીફની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન, હનીફની લાશ 150 ફૂટની ઊંડાઈએ પથ્થરો અને ઝાડમાં ફસાયેલી મળી આવી હતી.

હાલોલ ફાયર બ્રિગેડના જવાનોને ઉંડી ખાડીમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો, સ્થાનિક લોકો અને પોલીસની ટીમે મળીને ત્રણેય યુવકોને દોરડાની મદદથી ખીણમાં ઉતાર્યા હતા અને તેમને બાંધ્યા બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી ધરાવતા હનીફ વાહનોમાં ગ્રીસ ફોડવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

પિતા નિઝામભાઈને ચાર પુત્ર અને બે પુત્રી છે. ચાર પુત્રોમાં હનીફ સૌથી મોટો પુત્ર હતો. જેનું ખીણમાં પડી જતાં મોત થયું હતું. મોલ સલામ ગરાસિયા પરિવારના હનીફના ત્રણ પુત્રો અને એક પુત્રી છે જેઓ પરિણીત છે. જે ગઇકાલે હનીફ સાથે સદનશા દરગાહ ખાતે માથું ટેકવવા આવ્યાં હતાં. પોલીસે લાશને બહાર કાઢી પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *