આપણે સૌ લોકો જાણીએ છીએ કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેફઅલી ખાન અને કરીના કપૂરની જોડી દરેક લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની છે આ બંનેની જોડીએ અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરી લાખો લોકોના દિલ જીતી લીધા છે આજે તેમના ચાહકો માત્ર ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે તેમની દરેક ફિલ્મ બોક્સ ઓફિસમાં થોડાક જ દિવસોમાં કરોડોનું કલેક્શન કરતી હોય છે આ જોડીએ આજે ચારેકોર ખૂબ જ ધૂમ મચાવી દીધી છે સોશિયલ મીડિયામાં પણ પોતાના ચાહકો વચ્ચે હંમેશા આ પાવર કપલ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની અનેક કપલ રોમેન્ટિક તસવીરો શેર કરતું હોય છે. પરંતુ આજે તમને જાણીને નવાઈ લાગશે કે આટલા રોમેન્ટિક કપલ વચ્ચે દરરોજ ઝઘડા થતા હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ કરીના કપૂર એ લોકો સમક્ષ પોતાના અંગત જીવનને લઈ અનેક રહસ્યોનો ખુલાસો કર્યો હતો જેને સાંભળીને દરેક લોકો ચોકી ગયા હતા.
કરીના કપૂર એ આ ઝઘડા વિશે ખુલાસો કરતા કહ્યું કે મારી અને સેફ વચ્ચે અનેક વાર ઝઘડાઓ થયા છે પરંતુ તે કોઈ પૈસા કે સંપત્તિને કારણે નહીં પરંતુ સામાન્ય એસીના તાપમાનને કારણે થાય છે. જી આ મિત્રો તમે પણ ચોકી ગયા ને કે કોઈ એસીના તાપમાનને લીધે શા માટે ઝઘડતું હશે પરંતુ આ વાત સત્ય હકીકત છે કરીના કપૂર વધુ જણાવતા રહે છે કે મને એસી નું ટેમ્પરેચર 20 ડિગ્રી જોઈએ જ્યારે સેફને 16 ડિગ્રી જોઈએ છે. અમે દરરોજ એસીના તાપમાનને કારણે ઝઘડો કરીએ છીએ પરંતુ અંતે 19 ડિગ્રી પર તાપમાન રાખી એકબીજા સાથે સમાધાન કરી લઈએ છીએ.
કારણકે મેં ઘણી વાર સાંભળ્યું છે કે એસીના કારણે અનેક લોકોના છૂટાછેડા થયા છે અને તેના પ્રેમ સંબંધનો અંત આવે છે. કરીના કરિશ્મા વિશે જણાવતા કહે છે કે જ્યારે તે ઘરે આવે છે ત્યારે કોઈને પૂછ્યા વગર એસીનું તાપમાન 25 સુધી કરી દે છે. આ જોઈને સેફ ઘણીવાર કહે છે કે આભાર કે તે મારી સાથે લગ્ન કર્યા. આપને જણાવી દઈએ કે સેફઅલી ખાન અને કરીના કપૂર 16 ઓક્ટોબર 2012 ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ કપલ દરેક લોકોની વચ્ચે આજે ફેવરિટ બની ગયું છે. હવે ટૂંક જ સમયમાં આ કપલ પોતાના લગ્નજીવનના 12 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે જેના સમાચાર સાંભળે તમામ ચાહકોએ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી આ બંને લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે તથા વેકેશન ની અનેક તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવે છે જેમાં એકબીજાના રોમેન્ટિક અંદાજ સ્પષ્ટપણે લોકો સમક્ષ જોવા મળે છે.
આ કપલ ને આજે બે બાળકો છે અને તેની સાથેની અનેક તસવીરો પણ ઘણીવાર કરીના કપૂર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતી હોય છે. સૈફ અલી ખાન પોતાની છેલ્લી ફિલ્મ આદિપુરુષમાં જોવા મળ્યો હતો જ્યારે કરીના કપૂર પોતાની છેલ્લી ફિલ્મ જોવા સૈફ અલી ખાન પોતાની છેલ્લી ફિલ્મ આદિપુરુષમાં જોવા મળ્યો હતો જ્યારે કરીના કપૂર પોતાની છેલ્લી ફિલ્મ ક્રુ માં જોવા મળી હતી હાલમાં હવે તમામ ચાહકો બંને લોકોને એકસાથે ફિલ્મમાં જોવા માંગે છે તેની ઈચ્છા પણ અનેક લોકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વ્યક્ત કરી હતી હાલમાં કરીના કપૂરને પોતાના અંગત જીવન અંગેના ખુલાસા વ્યક્ત કર્યા હતા જેમાં તમામ ચાહકોએ અલગ અલગ કોમેન્ટ કરી હતી એક વ્યક્તિ લખ્યું હતું કે આપ બંને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ફેવરિટ કપલ છો જ્યારે અન્ય વ્યક્તિ લખ્યું હતું કે તમારા ઝઘડાઓ પણ અમારા માટે ખૂબ જ સ્પેશિયલ હોય છે.