નવરાત્રી ની મજા બગાડી શકે છે વરસાદ, અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી

વાઇરલ

હાલ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યા છે જેમાં અનેક નાના મોટા શહેરોમાં પૂરના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું પરંતુ બચાવ કામગીરી ટીમે તમામ લોકોને સલામત સ્થળે ખસેડી દીધા હતા હાલમાં તો મેઘરાજાએ જાણે વિરામ લીધો હોય તેવા દ્રશ્ય ઊભા થયા છે. આ માહોલ વચ્ચે હવામાન શાસ્ત્રી આ અંબાલાલ પટેલે એક મહત્વની આગાહી વરસાદને લઈને વ્યક્ત કરી છે જેને લઈને તમામ ગરબાના ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા. આપને જણાવી દઈએ કે હવે નવરાત્રી માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં તમામ ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમતા હોય છે પરંતુ આ વખતે આ તમામ તહેવારોની મજા બગડી શકે છે.

અંબાલાલ પટેલ ના અનુમાન અનુસાર 16 થી 22 ઓગસ્ટ દરમિયાન ધીમે ધારે વરસાદની શક્યતા છે. જ્યારે નવરાત્રિના દિવસોમાં એટલે કે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ યથાવત રહેશે. સમગ્ર ગુજરાતમાં ત્રણ ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ તેવા સમયમાં વરસાદની આગાહીને લઈ તમામ ખેલૈયાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ગયા વર્ષે નવરાત્રીમાં વરસાદ ખૂબ જ ઓછો રહ્યો હતો પરંતુ આ વખતે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ના અનુમાન અનુસાર વરસાદ નવરાત્રી ની મજા બગાડી શકે છે.

આ સાથે આયોજકો અને ગ્રાઉન્ડના મેનેજમેન્ટ ટીમને પણ પૂરતી વ્યવસ્થા કરવા માટે સૂચવ્યું હતું જેને કારણે નવરાત્રીના તહેવાર ખૂબ જ શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતવાસીઓ નવરાત્રીની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે પરંતુ આ વખતે મેઘરાજા તમામ લોકોના ઉત્સાહ પર પાણી ફેરવી શકે છે. આ ઓગસ્ટ મહિનામાં 15 તારીખ પછી મધ્યમથી અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. ત્યારે કચ્છ અને અન્ય નાના-મોટા ગામડાઓમાં છૂટાછવાયા વરસાદના દ્રશ્યો જોવા મળશે.

આ સમાચાર અને આગાહી સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ ખેલૈયાઓ એ ભગવાનને પ્રાર્થના કરી હતી. આ સાથે ગુજરાતના નાના-મોટા શહેરો જેવા કે સુરત અમદાવાદ વડોદરા રાજકોટ આ તમામ શહેરોમાં ધીમીધારે વરસાદ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે જેને કારણે આવનારા સમયમાં વરસાદનું જોર વધી શકે છે તેવી શક્યતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે જ્યારે સમગ્ર ભારત દેશમાં તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વરસાદ કેટલો પ્રભાવિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *