મિત્રો, સાળંગપુરના ભીંતચિત્રના વિવાદને થોડા દિવસો જ થયા છે. જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ ફરી એકવાર સનાતન ધર્મની કુળદેવીનું અપમાન કર્યું છે. સ્વામીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં સ્વામી ખોડીયાર માતાજી વિશે એવું નિવેદન આપે છે જે સાંભળીને તમે પણ ગુસ્સામાં લાલ થઈ જશો. આ નિવેદન વડતાલ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આપ્યું છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત, અનેક લોકો દ્વારા વિડીયો જોઈને પોતાના નિવેદનો પણ આપવામાં આવ્યા છે.
ત્યારે આ વીડિયોને લઈને ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, રાજભા ગઢવીએ આકરા શબ્દોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીની ઝાટકણી કાઢી છે અને શાબ્દિક પ્રહારો કર્યા છે. રાજભા ગઢવી ડાયરામાં કહ્યું છે કે, ” અમારી 9 લાખ લોબડીયાળીઓએ કેટલાય રાક્ષસોના વધ કર્યા છે, હવે તમારો વારો પાછળ છે એટલું યાદ રાખી લેજો.
ગમે એ ધર્મ હોય કુળદેવીને અને સુરાપુરાને તમારા ઇષ્ટદેવને ભુલાવીને બીજે વાળવાનું કરે, એની બોચી સીધે સીધી પકડી લેજો. પછી આગળ જે પરિણામ આવું હોય તે આવે એટલી તો તૈયારી આપણે હવે કરવી જ પડશે. આ જાહેરમાં કહું છું. આ ઉપરાંત, રાજભા ગઢવીએ વીડિયોમાં ઘણું બધું કહ્યું છે. મિત્રો વડતાલ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આપેલા વિવાદિત નિવેદન વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.