“રાજભા ગઢવી” લોક સાહિત્યના કાર્યક્રમ માટે જઈ રહ્યા છે લંડન પ્રવાસ, પ્લેનમાંથી શેર કર્યો વિડીયો

વાઇરલ

ગુજરાતના લોક સાહિત્યકાર તરીકે જાણીતા રાજભા ગઢવી હાલમાં પોતાના વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે જેની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે થોડા સમય પહેલા તેઓએ પોતાના સમગ્ર પરિવાર સાથે રાજભા ગઢવી ના વતન ગીરની મુલાકાત લીધી હતી. આપને જણાવી દે કે રાજભા ગઢવી સંગીત ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં આટલા સફળ થયા હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ પરંપરા સભ્યતા હંમેશા પોતાની સાથે રાખે છે આ કારણથી આજે તેઓ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. રાજભા ગઢવી હંમેશા પોતાની જન્મભૂમિ અને વતન ગીર સાથે જોડાયેલા રહે છે તથા અનેકવાર ગીરમાં પોતાનો સમય વિતાવે છે તેમણે પોતાના જૂના સાથે મિત્રો સાથે દેશી ભોજન ની મજા માણી હતી રાજભા ગઢવી ની સાદગી જોતા તમામ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા.

પરંતુ હાલમાં રાજભા ગઢવી વીઆઈપી વિમાનમાં પોતાના લંડન પ્રવાસ પર જઈ રહ્યા છે લંડન માં રહેતા ગુજરાતવાસીઓ તરફથી લોક સાહિત્ય કાર્યક્રમના આયોજન રાખવામાં આવ્યું છે જેમાં ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવી વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહી તમામ લોકોને મોજ કરાવશે તથા ભારતીય પરંપરા સંસ્કારો તથા જૂની વાતોને ફરીવાર વિદેશની ધરતીમાં ઉજાગર કરશે. આજના સમયમાં આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે આપણું સાહિત્ય આજે વિદેશના ખૂણે ખૂણે ઉજાગર થઈ રહ્યું છે જેમાં ગુજરાતના તમામ કલાકારોએ પોતાનો અગ્રીમ ફાળો આપ્યો છે.

રાજભા ગઢવી લંડન જતી વખતે પ્લેનમાંથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યા છે કે નમસ્કાર જય હિન્દ જય માતાજી બસ હવે હું ફ્લાઈટમાં બેસી ગયો છું આ બાદ રાજભા ગઢવી લંડનમાં પોતાના કાર્યક્રમ વિશે માહિતી ચાહકોને આપી હતી તેઓ અલગ અલગ જગ્યાએ લોકસાહિત્યના કાર્યક્રમો રજૂ કરવા જઈ રહ્યા છે. આ લોક સાહિત્યના કાર્યક્રમમાં અનેક સાધુ સંતો વિશિષ્ટ રીતે હાજરી આપશે તેમની માહિતી પણ રાજભા ગઢવી રજૂ કરી હતી. આ સાથે તેઓ કરી રહ્યા છે કે ડાયરામાં આપણે સૌ લોકો એક સાથે મોજ કરીશું. મારા વાલા ગુજરાતવાસીઓ તૈયાર થઈ જાવ હું આવી રહ્યો છું હવે આપ સૌ લોકોને લોકસાહિત્યની મોજ કરાવવા માટે. હું માત્ર આપ સૌ લોકોના પ્રેમને કારણે જ વિદેશ જઈ રહ્યો છું. આબાદ તેમણે પોતાના સમગ્ર સફળ દરમિયાન નો અનુભવ ચાહકો સાથે શેર કર્યો હતો.

ખરેખર આ વીડિયોમાં રાજભા ગઢવી ની ભાષામાં સ્પષ્ટપણે તેમની સાદગી જોવા મળે છે જરાય પણ અભિમાનનો એક અંશ પણ રાજભા ગઢવીના જીવનમાં જોવા મળતો નથી તેઓ પોતાનું સંપૂર્ણ જીવન સાદગી પૂર્વક વિતાવે છે ખરેખર આજના સમયમાં લોકસાહિત્ય ક્ષેત્રમાં રાજભા ગઢવી દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તેમના કાર્યક્રમ માટે લંડન વાસીઓ પણ ખૂબ જ આતુરતા અને ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે આ કાર્યને તેમને ઠેર ઠેર અનેક જગ્યાએ પોસ્ટર અને આમંત્રણ આપી રાજભા ગઢવીના આ કાર્યક્રમને ખાસ બનાવવાના પ્રયત્નો કર્યા હતા.

રાજભા ગઢવી ના તમામ ચાહકો વિદેશ પ્રવાસ માટે તેમને શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ગુજરાતમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી આજે ગુજરાતના કાર્યક્રમો નહીં પરંતુ વિદેશના કાર્યક્રમમાં પણ લોકસાહિત્યની ઝલક લોકો સમક્ષ આપવા જઈ રહ્યા છે આજે ગુજરાતની સંસ્કૃતિ સંસ્કારોને લોકસાહિત્ય વિદેશના ખૂણે ખૂણે ચમકી રહ્યું છે અમારા તરફથી પણ રાજભા ગઢવીને વિદેશ પ્રવાસ માટે ખુબ ખુબ શુભકામના શુભેચ્છા પાઠવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *