આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબા જાડેજા ને સંસ્કારી કપલ તરીકે ઓળખવામાં આવે છે રવિન્દ્ર જાડેજા ક્રિકેટ ક્ષેત્રે તો રિવાબા જાડેજા રાજકારણ ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિય બની ગયા છે પરંતુ આજે પણ આ કપલમાં સંસ્કાર અને સંસ્કૃતિના ખૂબ જ નજીકથી દર્શન થતા જોવા મળે છે આ કારણથી આજે તેઓ લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા ના ધર્મ પત્ની રીવાબા જાડેજા અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતા હોય છે જેમાં ઘણીવાર દેશ સેવાના કાર્યો અંગે તો ઘણીવાર પોતાના પતિ રવિન્દ્ર જાડેજા સાથેની સુંદર તસવીરો શેર કરતા રહે છે.
હાલમાં જ રિવાબા જાડેજાએ રવિન્દ્ર જાડેજા સાથેનો ફોટો શેર કર્યો છે. આ સાથે તેઓએ ખુબ જ સુંદર શાયરી પણ લખી હતી જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. રીવાબ એ પોતાનો પ્રેમ રવિન્દ્ર જાડેજા સાથે વ્યક્ત કરતા લખ્યું હતું કે કભી બેપનાહ બરસ પડી.. કભી ગુમ સી હે.. યહ બારીશ ભી કુછ કુછ તુમ સી હે રિવાબા જાડેજાએ વરસાદના વાતાવરણ વચ્ચે પ્રેમનો સંગમ જોડ્યો હતો. આ શાયરી દરેક લોકોના હૃદય સ્પર્શી ગઈ હતી. આપને જણાવી દઈએ કે વર્ષ 2016 માં રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.
View this post on Instagram
આ લગ્નમાં ભારતીય ક્રિકેટ ટીમના અનેક ક્રિકેટરો તથા સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા. આ બાદ તેમણે સુંદર બાળકીને જન્મ આપ્યો. રિવાબા જાડેજા હાલમાં જામનગર સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જ્યારે રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ભૂમિકા વ્યક્ત કરી છે.
બંને લોકો એકબીજાને રાજકારણ અને ક્રિકેટ ક્ષેત્રે સાથ અને સહકાર આપે છે આ કારણથી જ આ જોડીને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પસંદ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા ની દરેક મેચમાં રિવાબા જાડેજા તેમને સપોર્ટ કરતાં જોવા મળે છે જ્યારે રાજકારણ ક્ષેત્રે પણ રવિન્દ્ર જાડેજા હંમેશા તેમને સાથ અને સહકાર આપી આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે ચૂંટણી વખતે તેના સમયમાં પણ રવિન્દ્ર જાડેજા હંમેશા તેમના પત્ની ની સાથે રહ્યા હતા. આ પરથી કહી શકાય કે ક્રિકેટ અને રાજકારણ ક્ષેત્રે આ જોડી નો કોઈ જવાબ નથી.