પોતાની માતાના માત્ર ત્રણ શબ્દોથી સમગ્ર સુરતમાં “ડાયમંડ કિંગ” તરીકે જાણીતા બન્યા સવજીભાઈ ધોળકિયા, જુઓ વિડીયો

વાઇરલ

ગુજરાત રાજ્યમાં આવેલ સુરત શહેર હીરા ઉદ્યોગ માટે સમગ્ર વિશ્વભરમાં જાણીતું છે આ હીરાની ચમક વધારવા પાછળ અનેક ઉદ્યોગપતિએ પોતાનો અગ્રિમ ફાળો આપી આજે સમગ્ર વિશ્વમાં હીરાની ચમક વધારી દીધી છે આ માટે જ સુરત શહેરને હીરા ઉદ્યોગનું શહેર તરીકે ઓળખવામાં આવે છે મોટેભાગના લોકો હીરા સાથે જોડાયેલા છે એ જ તેની ઓળખાણ છે. આજે આપને એક એવા જ હીરા ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાની સફળતા પાછળના અનેક રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છે આખરે કેવી રીતે તેમણે શૂન્યમાંથી સર્જન કરી ડાયમંડ કિંગ તરીકેની સમગ્ર વિશ્વમાં ઓળખ મેળવી છે. આ ઉદ્યોગમાં સફળ થવા માટે સવજીભાઈ ધોળકિયા પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે આથી જ આજે તેઓ સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સુરતના હીરા ઉદ્યોગની સમગ્ર વિશ્વમાં સતત આગળ વધારી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ સફળતા સાથે સાથે તેઓ અનેક સેવા કાર્ય સાથે પણ જોડાયેલા છે પોતાના વતન અને જન્મભૂમિમાં પણ અનેક વિકાસના કાર્ય કરી પોતાના સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતાની એક અલગ ઓળખ લોકો સમક્ષ રજૂ કરી છે.

સવજીભાઈ ધોળકિયા ની હીરા કંપની હરિકૃષ્ણ ડાયમંડ આજે સમગ્ર ભારત સાથે વિશ્વભરમાં પ્રખ્યાત બને છે તેમની કંપનીમાં કામ કરતા દરેક કર્મચારીઓને પોતાનો પરિવાર માને છે. અને તેમને અનેક વાર ભેટ મોંઘી ગાડી અથવા ચીજ વસ્તુઓની ગિફ્ટ આપતા હોય છે તેમના માતા-પિતાને પણ અનેક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી પુણ્ય પ્રાપ્તિ કરે છે. આજે તેઓ અનેક યુવાનોના માર્ગદર્શક અને પ્રેરણાદાયી બન્યા છે. હીરા ઉદ્યોગ ક્ષેત્રે સવજીભાઈ ધોળકિયા આટલા સફળ વ્યક્તિ હોવા છતાં પણ હંમેશા જમીન સાથે જોડાયેલા રહે છે અને હંમેશા દરેક વ્યક્તિઓને માન સન્માન તથા તેમને ઉચ્ચ દરજ્જો આપે છે. આ સાથે સવજીભાઈ ધોળકિયા પોતાનું જીવન સાદગીપૂર્ણ રીતે વિતાવવાનું પસંદ કરે છે.

માત્ર એટલું જ નહીં પરંતુ સવજીભાઈ ધોળકિયાએ પોતાના સંતાનોને પણ અનેક સંસ્કાર આપ્યા છે પૈસાનું મહત્વ સમજાવવા માટે દેશ-વિદેશમાં મજૂરી કામ માટે પણ મોકલ્યા છે જેથી કરી સંતાનો પૈસાનું મહત્વ સમજી તેમના ધંધા ને આગળ વધારી શકે. આજે તેઓ અનેક મોટીવેશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ લોકોને પ્રેરણ આપે છે જેના વિડીયો સોશિયલ મીડિયામાં અનેક વાર વાયરલ થતા જોવા મળે છે તેઓ પોતાના વીડિયોમાં ઘણીવાર કહે છે કે મારા જીવનમાં મારા માતા પિતાએ મને અનેક સંસ્કાર આપ્યા છે તથા મારી અભણ માતાએ મને મારા જીવનમાં ત્રણ વાતો કહે છે જેના કારણે આજે પણ હું સતત આગળ વધી મારા જીવનમાં સફળ થયો છું. આજે આપને આ ત્રણ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આપના માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે.

મારી માતાએ મને પહેલી વાત કરતા કહ્યું કે તું જીવનમાં સારો માણસ બનજે, મોટો માણસ બનજે અને પૈસા વાળો માણસ બનજે આ ત્રણેય સૂત્રો મેં મારા જીવનમાં અને હૃદયમાં ગાંઠ બાંધીને રાખ્યા છે આજે પણ હું તેને સાકાર કરવાનો પ્રયત્ન કરતો રહું છું. આ સાથે તે વધુ જણાવતા કહે છે કે કોઈપણ લક્ષ્ય સુધી પહોંચવા માટે જીવનમાં સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ ક્યારે હાર માનીને બેસી રહેવાથી આ દુનિયામાં કોઈ મળતું નથી. આ સાથે જીવનમાં તમે હંમેશા સત્કાર્ય કરતા રહો બીજાને મદદ કરો કુદરત તમને આપોઆપ સફળતાના શિખર સુધી જરૂરથી પહોંચાડશે.સવજીભાઈ ધોળકિયા ની માતાના આ ત્રણ શબ્દો બીજા લોકો માટે પણ આજના સમયમાં પ્રેરણાદાયી બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *