હાલમાં તારક મહેતા સીરીયલ માં તારક નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાના પિતાએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું જેને કારણે અભિનેતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ સમાચાર અભિનેતાએ સોશિયલ મીડિયામાં લોકો સમક્ષ રજૂ કરી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. ખૂબ જ દુઃખની લાગણી સાથે લોકોને જણાવ્યું હતું કે તેમના પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી.આ બાદ પરિવારની હાજરી સમક્ષ શૈલેષ લોઢાના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન અભિનેતાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે જેમાં પિતાને શ્રદ્ધાંજલિ થી લઈ અંતિમ સંસ્કાર સુધીની તમામ ક્ષણો શેર કરવામાં આવી છે. આ વિડીયો જોતા તમામ લોકોને આંખમાંથી આંસુ જોવા મળ્યા હતા. વિડીયો શેર કરતા અભિનેતા એ કેપ્શન માં લખ્યું હતું કે જે ખભા પર બેસી દુનિયા જોઈ, આજે મારા ખભા પર બેસી તે દુનિયા છોડી ચાલી ગયા. હું જાણું છું પપ્પા તમે ઉપર પણ મુસ્કુરાટ અમારી સાથે શેર કરી રહ્યા હશો. આપને જણાવી દઈએ કે અભિનેતાએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર દરમિયાન માથા પર કેસરી પાઘડી બાંધી સફેદ કુર્તા પાયજામા પહેર્યો હતો.
View this post on Instagram
આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ અભિનેતાના ચાહકો તથા અન્ય તારક મહેતા સીરીયલ સાથે જોડાયેલા સેલિબ્રિટીઓ એ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભગવાન પરમાત્મા પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી. આપને જણાવી દઈએ કે તારક મહેતા સિરિયલમાં શૈલેષ લોઢાએ છેલ્લા 15 વર્ષથી તારકનું પાત્ર નિભાવ્યું હતું આ પાત્ર દરેક લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું પરંતુ અચાનક જ અભિનેતાએ સીરીયલ ને છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. આજે પણ તારક ના પાત્રને લોકો ખૂબ જ યાદ કરી રહ્યા છે.
આ દુઃખના સમયમાં પણ તમામ અભિનેતાના ચાહકો તેમની સાથે હંમેશા ઉભા હતા અને આગળ પણ ઊભા રહેશે. તારક મહેતા સીરીયલમાં અભિનેતા ને અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પોતાના આત્મવિશ્વાસ અને મનોબળથી તેઓ સતત આગળ વધતા રહ્યા અને 15 વર્ષની સફરમાં તેમને ઘણું બધું શીખવા મળ્યું આખરે તેમને સીરીયલને હંમેશા માટે અલવિદા કહી દીધું પરંતુ આજે પણ આ પાત્ર દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યું છે.