લાલ lamborghiniમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર જોવા મળ્યા એકસાથે, જુઓ વાયરલ વિડિયો

વાઇરલ

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સ્ત્રી ટુ ફિલ્મ બાદ લોકોની વચ્ચે ફરીવાર ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર એ સિધ્ધાર્થ રાવો સાથે ધૂમ મચાવી દીધી છે થોડા જ દિવસોમાં ફિલ્મ એ ૨૦૦ કરોડ કરતાં પણ વધારેનું કલેક્શન કર્યું હતું શ્રદ્ધા કપૂર એ આ ફિલ્મમાં પોતાના અભિનયથી તમામ લોકોના દિલ જીતી લીધા હતા આ કારણથી જ સ્ત્રી ટુ બોક્સ ઓફિસમાં પણ સુપરહિટ ફિલ્મ રહી હતી. આપણે જણાવી દઈએ કે પ્રથમ દિવસે જ સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ સ્ત્રી-2 બની હતી. આ ફિલ્મની સફળતા બાદ શ્રધ્ધા કપૂર પોતાની ફેશન સ્ટાઈલમાં પણ વધારો કરતી જોવા મળે છે. હવે શ્રદ્ધા કપૂર ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહી છે તે કોઈપણ જગ્યાએ જાય ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધા કપૂરની ઝલક જોવા માટે લોકો ઉમટી પડે છે.

થોડા સમય પહેલા જ ફિલ્મના પ્રમોશન દરમિયાન શ્રદ્ધા કપૂર સાડી અને સૂટ પહેરીને સાવ અલગ જ લુકમાં જોવા મળી હતી.અભિનેત્રી વરુણ ધવન એટલે કે ‘ભેડિયા’ સાથે લાલ ટોપ સાથે લાલ કારમાં લોકોની વચ્ચે પહોંચી હતી પરંતુ હવે તમને પ્રશ્ન થશે કે શ્રદ્ધા કપૂર એ વરુણ ધવન સાથે એવું તો શું કર્યું કે જેને કારણે ચારે તરફ ચર્ચાઓ ચાલી રહી છે તો ચાલો આપને તેની વિશે થોડું જણાવીએ. આપણે ઘણીવાર સાંભળ્યો છે કે છોકરીઓ સરખી રીતે ગાડી ચલાવતી નથી અથવા તો ગાડી ચલાવતી વખતે તે ઘણી ડરેલી જોવા મળે છે પરંતુ અહીંયા સાવ જ ઊંધા દ્રશ્યો જોવા મળ્યા હતા. પરંતુ હાલમાં વાયરલ થયેલા વિડીયો અને તસવીરોમાં શ્રદ્ધા તેની લાલ લેમ્બોર્ગિની હુરાકન ટેકનિકામાં ડ્રાઇવિંગ સીટ પર જોવા મળે છે.જ્યારે વરુણ તેની સાથે બેઠેલો જોવા મળે છે. તે જ સમયે હસીનાએ કાર ના કલર સાથે મેચિંગ કરતું લાલ રંગનું ટોપ પણ પહેર્યું હતું. જેના કારણે તેની શાનદાર સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

આ દરમિયાન વરુણ ધવન નો લુક પણ લોકોની વચ્ચે ખૂબ જ આકર્ષક બન્યો હતો.અભિનેતાએ વાદળી પટ્ટાવાળા શર્ટ સાથે વાદળી ડેનિમની જોડી બનાવી. શર્ટની સ્લીવ્ઝ ફોલ્ડ કરીને અને ઉપરના કેટલાક બટન ખુલ્લા છોડીને વરુણ અહીં એકદમ ડેશિંગ દેખાતો હતો. તેણે લક્ઝરી ઘડિયાળ અને બ્રાઉન ગ્રે શેડના બુટ સ્ટાઈલ શૂઝ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. બીજી બાજુ શ્રદ્ધા કપૂર પણ સુંદરતામાં આગળ રહી હતી.શ્રદ્ધા તેની કાર સાથે ટ્વિન કરતી વખતે લાલ ક્રોપ ટોપ સ્ટાઇલ શર્ટ પહેરેલી જોવા મળી હતી. જ્યારે તેને નીચેથી બલૂન લુક આપવામાં આવ્યો હતો, તો સ્લીવલેસ સ્લીવ્ઝ પણ એકદમ સ્ટાઇલિશ સ્ટાઇલમાં બનાવવામાં આવી હતી કે તે આગળથી દેખાતી ન હતી. આ સાથે તેણે બ્લુ ડેનિમ પહેર્યું હતું. જેમાં ઘૂંટણની નજીક બેલ બોટમ ડિઝાઇન આપવામાં આવી હતી અને નીચેથી રિપ્ડ લુક આપવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

અભિનેત્રીએ બ્લેક સ્લિંગ બેગ અને સફેદ ગુલાબી લેસ શૂઝ સાથે પોતાના લુક ને કમ્પલેટ કર્યો હતો. હા માહોલ વચ્ચે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર એ બન્યું હતું કે શ્રદ્ધા કપૂરને તેમના એક ચાહકે સ્ત્રીનું કવર ગિફ્ટ કર્યું છે જે તે આ વીડિયોમાં તેના ફોનમાં જોવા મળ્યું હતું. આ ફિલ્મમાં લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે આ સાથે સાથે તમામ ચાહકો બતાવી રહ્યા છે કે સ્ત્રી ટુ ફિલ્મ અન્ય ફિલ્મના તમામ રેકોર્ડ તોડી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે કારણ કે સ્ત્રી ટુ ની ફિલ્મ માત્ર ત્રણ જ દિવસમાં 200 કરોડ કરતાં પણ વધારે નું કલેક્શન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *