હાલ ગુજરાતના અનેક કલાકારો અને સંગીતકાર વિદેશની ધરતીમાં રાસ ગરબા લોકસાહિત્ય અને લોકડાયરાની ધૂમ મચાવી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આપણા સૌ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે કે આજે ગુજરાતી સંસ્કૃતિ સંસ્કારો અને પરંપરા વિદેશના ખૂણે ખૂણે સુધી પહોંચવામાં સફળ રહી છે એ પાછળ ગુજરાતના અનેક કલાકારોએ પોતાનો અગ્રિમ ફાળો આપી આ કાર્યને સફળ બનાવ્યું છે. આજે ભલે વિદેશના ખૂણે ખૂણે ગુજરાતવાસીઓએ વસવાટ કર્યો છે છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ પરંપરા અને રીત રિવાજોને ક્યારેય ભૂલ્યા નથી તેઓ હંમેશા તેમની નજીક રહી રક્ષણ કરે છે.
હાલમાં ગુજરાતના પ્રખ્યાત સિંગર અને જેમના સૂરમાં સાક્ષાત માં સરસ્વતી બિરાજમાન છે તેવા સૌના લોકપ્રિય સંતવાણી ત્રિવેદી એ કેનેડાની વિદેશ ધરતીમાં યોજાયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપસ્થિતિ આપી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ શુભકામના શુભેચ્છાઓ અને મન ભરીને વખાણ કર્યા હતા. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે કેનેડાના કિચનર શહેરમાં સંતવાણી ત્રિવેદીનો ભવ્ય રાસ ગરબા ના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ અને કેનેડાના રહેવાસીઓ ભેગા થયા હતા.
View this post on Instagram
કેનેડામાં ચારે તરફ સંતવાણી ત્રિવેદીના લોકપ્રિય ગીતો ગુંજીયા હતા અને તમામ લોકોએ મન મૂકીને ગરબાની રમઝટ જમાવી હતી. સંતવાણી ત્રિવેદી આ રાસ ગરબા ના કાર્યક્રમમાં સંપૂર્ણ ભારતીય પહેરવેશ માં જોવા મળ્યા હતા સંતવાણી ત્રિવેદી સંગીત ક્ષેત્રમાં આટલી સફળ થયા હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ તેમનો સુર દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે.
આ મુકામ સુધી પહોંચવા માટે સંતવાણી ત્રિવેદી એ પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે અને આજે તેઓ સંગીત ક્ષેત્રે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી માત્ર ગુજરાત અને ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. રાસ ગરબા ના કાર્યક્રમ બાદ સંતવાણી ત્રિવેદી અલગ અલગ કેનેડાના ફરવા લાયક સ્થળોની પણ મુલાકાત લીધી હતી અને આકર્ષક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં લાયક અને કોમેન્ટ કરી હતી.