બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ન્યુ કપલ સોનાક્ષી સિંહા અને જહીર ઇકબાલ હાલમાં પોતાના સમયે ન્યૂયોર્કમાં વિતાવી રહ્યા છે જ્યાં તેમણે આયોજિત થયેલી પરેડ યાત્રામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો વિદેશની ધરતીમાં હોવા છતાં પણ આ કપલનો ભારત દેશ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ પણે રજૂ થયો હતો જેને અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે આપને જણાવી દઈએ કે સાત વર્ષ લાંબા સમયની મૈત્રી સંબંધ બાદ સોનાક્ષી સિંહા અને જહીર મુંબઈ ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી આ લગ્નમાં બોલીવુડ હોલીવુડના અભિનેતા અભિનેત્રીઓ તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા લગ્ન બાદ કપલ અનેક જગ્યાએ હનીમૂન કરવા જઈ રહ્યું છે જ્યાંથી તેમની અનેક રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી રહી છે જે લોકોને ખૂબ જ પસંદ આવતા લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી રહી છે.
હાલમાં આ કપલ ન્યુયોર્કમાં આયોજિત થયેલ ઈન્ડિયા ડે પરેડમાં હાજરી આપી હતી. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે કપલ સંપૂર્ણ સફેદ પહેરવેશમાં જોવા મળી રહ્યું છે જ્યાં તેમને દેશ પ્રત્યેનો પ્રેમ ભાવના રજૂ કર્યા હતા. આ તમામ તસવીરોમાં બંને લોકો સહિત આસપાસમાં આમંત્રિત થયેલા લોકો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે સોનાક્ષી સિંહા આ તસવીરો શેર કરતા પોતાના કેપ્શન માં દેશ પ્રત્યેનો પ્રેમ રજૂ કર્યો હતો.
View this post on Instagram
અભિનેત્રીએ તસવીરો શેર કરતાં કેપ્શન માં લખ્યું હતું કે આ વર્ષે ન્યુયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં આપણા મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા અને વિવિધતામાં એકતાની ઉજવણી કરવા માટે આટલું સન્માન હતું! @federationofindianassociations દ્વારા શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, @iamzahero અને હું ત્યાં (sic) હોવા બદલ આભાર,”આ કેપ્શન સાથે જ અભિનેત્રીએ ન્યૂયોર્કમાં રહેતા તમામ ભારતવાસીઓ તથા આમંત્રિત થયેલા તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આપણે જણાવી દઈએ કે ન્યૂયોર્ક ખાતે સોનાક્ષી સિંહા અને તેમના પતિ ઘણા સમયથી ફરવા લાયક સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે જેમાં થોડા સમય પહેલા 225 મીટર ઊંચાઈએ રાઈટ્સની મજા માણી હતી અને તેમના અનુભવો સોનાક્ષી સિંહાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લોકો સમક્ષ રજૂ કર્યા હતા. આ જોડી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે જોકે અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી ફિલ્મની દુનિયાથી ઘણી દૂર થઈ ગઈ છે પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશા લોકો સાથે જોડાયેલા રહે છે.