બોલીવુડ ફિલ્મની સૌથી સુંદર અભિનેત્રી સોનાક્ષી સિંહા જહીર ઈકબાલ સાથે સાત વર્ષની લાંબી મિત્રતા બાદ આખરે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ સમાચાર સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયા હતા. એમાં તેમના ચાહકોએ લગ્નજીવન માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી તથા મુંબઈમાં ખૂબ જ મોટી સંખ્યામાં બોલીવુડ ફિલ્મના અભિનેતા અને અભિનેત્રીઓ હાજર રહ્યા હતા. આ લગ્નની ખૂબસૂરત તસવીરો પણ સોશિયલ મીડિયામાં લોકો દ્વારા શેર કરવામાં આવી હતી જેમાં બંને લોકોને જોડીને લોકો પસંદ કરી રહ્યા છે.
આ કપલ લગ્ન બાદ ખૂબ જ રોમેન્ટિક થતું જોવા મળે છે તથા અવારનવાર પોતાની કપલ તસવીરો પણ શેર કરતું રહે છે જેમાં તેમના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે હાલમાં સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલ પોતાના સાથી મિત્રો રિચા ચઢ્ઢા અને અલી ફઝલ સાથે રવિવાર ના ભોજનનો આનંદ માણતા જોવા મળે છે. આ તસવીરોમાં સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ બંને લોકો ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આપને જણાવી દઈએ કે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ જેમણે તાજેતરમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. નવા બાળકની આગમનની ખુશીમાં તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.તેઓએ દંપતી સાથે બપોરના ભોજનનો આનંદ માણ્યો હતો.
View this post on Instagram
વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે પ્રથમ પોસ્ટમાં ટેબલ સ્વાદિષ્ટ વાનગીઓથી ભરેલું છે. ત્યારે સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલ સાથે અન્ય સાથે મિત્રો પોઝ આપતા જોવા મળે છે રવિવારના આ દિવસને કપલે ખૂબ જ ખાસ બનાવ્યો હતો.બીજી તસવીરમાં ગુલાબ જામુન, રસગુલ્લા અને ચોકલેટ પેસ્ટ્રીઝ સહિત મેનુ પરની સ્વાદિષ્ટ મીઠાઈઓ જોવા મળી રહી છે. જાણે કોઈ તહેવાર હોય તેવો માહોલ રવિવાર નો બનાવવામાં આવ્યો હતો. આ દિવસ કપલ માટે ખૂબ જ ખાસ બની ગયો હતો. અંતિમ તસ્વીરમાં સોનાક્ષી અને રિચા જમ્યા પછી પલંગ પર બેસી આરામ કરતી જોવા મળે છે.તે દેખીતી રીતે સંતુષ્ટ હતી.
આ તસવીરના કેપ્શન માં સોનાક્ષી સિંહાએ લખ્યું હતું કે સન્ડે ડન રાઈટ બી ફોર આફ્ટર આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચુકી છે જેમાં એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે અમને પણ ક્યારેક તમારી સાથે ડિનર કરવા બોલાવો તો અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે તમે બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છો જ્યારે એક ચાહ કે મજાકમાં લખ્યું હતું કે તમારી માટે તો રોજ રવિવાર જ છે. હાલમાં આ તસવીરો ખૂબ જ ધૂમ મચાવી રહી છે.