હાલમાં જ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયેલા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ન્યુ કપલ સોનાક્ષી સિંહા અને તેમના પતિ જહીર ઈકબાલ હાલમાં પોતાનો રોમેન્ટિક સમય એક સાથે વિતાવી રહ્યા છે જેની અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે આપને જણાવી દઈએ કે સાત વર્ષના લાંબા મિત્રતાના સંબંધ બાદ આખરે મુંબઈમાં બંને લોકો એકબીજાના પરિવારની સહમતિથી લગ્નના પવિત્ર બંધન પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ લગ્નમાં બોલીવુડ હોલીવુડ ફિલ્મના અભિનેતા અભિનેત્રીઓ તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કપલને નવા લગ્નજીવન માટે શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કપલ લગ્ન બાદ સોશિયલ મીડિયામાં પણ પોતાના ચાહકો સાથે ખૂબ જ એક્ટિવ રહી અનેક અવારનવાર તસવીરો અને વિડિયો શેર કરતા રહે છે.સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ આ દિવસોમાં યુએસમાં હનીમૂન મનાવી રહ્યા છે. સોનાક્ષીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અને ઝહીર સ્લિંગશૉટ રાઈડની મજા લેતા જોવા મળે છે.વીડિયોમાં કપલ આકાશમાં ઉંચા જતા અને પછી નીચે આવતા જોઈ શકાય છે. વીડિયો શેર કરતી વખતે સોનાક્ષીએ લાંબું કેપ્શન પણ લખ્યું છે. અભિનેત્રીએ કહ્યું કે પ્રેમમાં શું કરવું પડે છે.
View this post on Instagram
સોનાક્ષી સિન્હાએ લખ્યું, ‘ધ સ્લિંગશૉટ – ક્રેઝીસ્ટ ઓહ ગોડ હું મારી સાથે આવું કેમ કરી રહી છું મેં ક્યારેય સવારી નથી કરી…અને માત્ર ઝહીર જ મને આ કરવા માટે કરી શકે છે. 90 માઈલ પ્રતિ કલાકની ઝડપે હવામાં 225 ફૂટ… ઉફ, પ્રેમ માટે આપણે જે કરીએ છીએ.ઝહીર ઈકબાલે આ વિડિયો પર કોમેન્ટ કરતા પોતાની આગામી સવારીનો ખુલાસો કર્યો છે. ઝહીરે લખ્યું- ‘નેક્સ્ટ સ્ટોપ સ્ટ્રેટોસ્ફિયર ટાવર.’ આ સિવાય ફેન્સ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ વિડીયો જોતા ચાહકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને એક વ્યક્તિએ લખ્યું હતું કે અમને પણ ક્યારેક તમારી સાથે બોલાવો જ્યારે બીજા વ્યક્તિએ કહ્યું હતું કે મને તો આ રાઈડ્સમાં ખૂબ જ ડર લાગે છે હું તો માત્ર સપનામાં જ વિચારી શકું છું તો એક વ્યક્તિ લખી રહ્યો છે કે તમે બંને ખૂબ જ લકી છો હંમેશા ખુશ રહો. ચાહકોને પણ આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હતો.