આપણે સૌ લોકો જાણીએ છીએ કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી અનેક અભિનેત્રી છે કે જે પોતાની ફિલ્મો કરતાં વધારે ફેશન સ્ટાઈલ અને લાઈફ સ્ટાઈલને કારણે હંમેશા આગળ રહે છે અને લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે માત્ર એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ અવારનવાર અનેક તસવીરો ચાહકો માટે શેર કરતી હોય છે. હાલમાં પણ કપૂર પરિવારની એક અભિનેત્રી પોતાના અનોખા અંદાજથી તમામ લોકોના દિલ જીતી રહી છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ માય નેમ ઈઝ લખન તે જાણીતા એટલે કે અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર. અભિનેત્રી ની ફિલ્મ કરતાં વધારે તેની સ્ટાઇલ ની ચર્ચા વધારે થતી જોવા મળે છે.
પરંતુ હાલમાં સોનમ કપૂર ફિલ્મોથી ખૂબ જ દૂર થતી જોવા મળે છે. આપને જણાવી દઈએ અભિનેત્રી હાલમાં પોતાના પુત્ર અને પરિવાર સાથે મોટેભાગનો સમય વિતાવી રહી છે. જેથી તે છેલ્લા ઘણા સમયથી કોઈપણ ફિલ્મમાં રોલ કરતી જોવા મળી નથી. જોકે એવું જરા પણ ન કહી શકાય કે હવે સોનમ કપૂર એક પણ ફિલ્મમાં જોવા મળશે નહીં તેવો હવે ટૂંક જ સમયમાં ધમાકેદાર ફિલ્મ લઈને બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી શકે છે. સોનમ કપૂર હાલમાં પોતાની ફિલ્મ અને અભિનય કરતા વધારે ફેશન સ્ટાઈલમાં લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે.સોનમે તેની એક્ટિંગ કરતાં તેના સ્ટાઇલિશ અવતાર દ્વારા વધુ લાઇમલાઇટ કબજે કરી છે.
અભિનેત્રી અન્ય લોકો કરતા પોતાની ફેશન સ્ટાઈલ ને કંઈક અલગ જ અંદાજથી જુએ છે આ કારણથી જ આજે ભલે તે ફિલ્મમાં જોવા મળતી નથી પરંતુ પોતાના ફોટોશૂટથી દરેક લોકોને દીવાના બનાવે છે. અભિનેત્રીની ફિલ્મો હોય કે ન હોય પરંતુ સોનમનો નવો લૂક બહાર આવતાની સાથે જ હેડલાઇન્સમાં રહે છે.
View this post on Instagram
સોનમ કપૂરે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેને જોતા ની સાથે ચાહકોએ લાઈક અને કોમેન્ટ ભરપૂર પ્રમાણમાં કરી હતી. હાલમાં અભિનેત્રી લેટેસ્ટ ઈવેન્ટમાં જોવા મળી હતી.જ્યાં રૂપસુંદરીએ ફ્લોરલ ગાઉનમાં દરેક લોકોને પોતાના તરફ આકર્ષિત કર્યા હતા સોનમ કપૂરની એન્ટ્રી ની સાથે જ તમામ લોકોની નજર સોનમ કપૂર પર એક થઈ ગઈ હતી.
હાલમાં જ લંચ ડિનરમાં હાજરી આપવા માટે સોનમ કપૂરે ફેશન બ્રાન્ડ CAROLINA HERRERA ના કલેક્શનમાંથી ગુલાબ પ્રિન્ટેડ ગાઉન પહેર્યું હતું. આ આઉટફિટને તેની બહેન રિયા કપૂર અને સ્ટાઈલિશ અભિલાષા દેવનાનીએ સ્ટાઈલ કરી છે. આ ગાઉન કોઈ સામાન્ય નહીં પરંતુ તે સુંદર ગાઉનની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે.
આ ગાઉના વર્કની વાત કરીએ તો શિફોન ફેબ્રિકથી બનેલા સોનમ કપૂરના હોલ્ટર નેક ગાઉનમાં ફ્લોરલ ડિટેલિંગ છે. કાળા પોશાકમાં સફેદ રંગમાં ગુલાબની પ્રિન્ટ છે અને લીલા રંગમાં પાંદડા છે. આખો ઝભ્ભો સફેદ ફૂલોથી ભરેલો છે અને પ્લીટ્સને કારણે ડ્રેસમાં એક વર્તુળ જોઈ શકાય છે. આવી સ્થિતિમાં ફ્લાવર પ્રિન્ટ અને બોર્ડરને કારણે તે ફૂલ જેવું લાગે છે.તેના રોઝ પ્રિન્ટ ગાઉન સાથે, સોનમ કપૂરે ગુલાબની વિગતો સાથે ક્લચ પણ પસંદ કર્યો. આ ચમકદાર ક્લચ સોનેરી અને સફેદ સ્ફટિકોથી બનેલું છે. જુડિથલીબરની સત્તાવાર બાજુએ આ પિયોની હેલ્સિયન હિલ ક્લચની કિંમત 5695 ડોલર એટલે કે 4 લાખ 77 હજાર રૂપિયાથી વધુ છે.