હાલમાં એક ભયાનક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 5 માળની ઈમારતમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 73 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. અલજઝીરાના અહેવાલ મુજબ 43 લોકો ઘાયલ છે. જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
ભારતીય સમય અનુસાર સવારે લગભગ 5 વાગે આગ લાગી હતી, જેનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. સુરક્ષાકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. તમામ લોકોને બિલ્ડિંગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ મોટા પ્રમાણમાં ઓલવાઈ ગઈ છે.
આગને કારણે ઈમારત કાળી પડી ગઈ છે અને તેમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે. એપીના અહેવાલ મુજબ, જે બહુમાળી ઈમારતમાં આગ લાગી તેમાં લગભગ 200 બેઘર લોકો પરવાનગી વગર રહેતા હતા.