ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે. તાપી નદીમાં 2.97 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેથી જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. તાપી નદીકિનારે રીતસર પાણી વહેતું જોવા મળી રહ્યું છે. તાપી નદીના જોરદાર પ્રવાહમાં ડૂબેલા વિસ્તારો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.
ગઈકાલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જે રાત સુધીમાં સુરત પહોંચ્યું હતું. તાપી નદીના જળસ્તરમાં પાંચ મીટરનો વધારો થયો છે. પાણીનું સ્તર 5.95 મીટરથી વધીને 10.95 મીટર થયું હતું. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
હાલ તાપી નદી 10.95 મીટરે વહી રહી છે. તાપીનો પ્રવાહ ખૂબ જોખમી છે. હાલ તાપીમાં જોરદાર પાણી વહી રહ્યા છે. બે કાંઠે વહેતી તાપી નદી નયનરમ્ય દ્રશ્ય રજૂ કરે છે. આ સાથે સુરતના કોઝવે પર પણ તાપી નદીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.