આજકાલ સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ કેસ દરેક માતાપિતા માટે ચેતવણી સમાન છે. જો તમે પણ તમારા બાળકો માટે ગેસના ફુગ્ગા ખરીદો છો તો સાવચેત રહો.
ગેસના બલૂનથી સર્જાયેલી ભયાનક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે એક બાળક હિલિયમ ગેસના ફુગ્ગાઓ સાથે રમતા જોઈ શકો છો. પરંતુ, અચાનક તેની સાથે કંઈક એવું બન્યું કે વીડિયો જોયા પછી તે રડવા લાગી.
વાયરલ વીડિયોમાં તમે એક મહિલા અને બાળક જોઈ શકો છો. બંને એક રૂમમાં બેઠા છે. બાળકના હાથમાં હિલીયમ ગેસથી ભરેલો બલૂન દેખાય છે. ત્યારે નજીકમાં બેઠેલી બાળકની માતા હેર ડ્રાયર વડે કંઈક કરતી જોવા મળે છે. આ દરમિયાન, બાળક બલૂન સાથે રમતા રમતા તેની માતા પાસે જાય છે.
View this post on Instagram
ત્યારે અચાનક બાળક પોતાના હાથમાં રાખેલો બલૂન માતા પર ફેંકે છે. હિલીયમ ગેસથી ભરેલો બલૂન હેર ડ્રાયર સાથે અથડાય છે જેના કારણે બલૂન ફાટી જાય છે અને ભયંકર આગ લાગે છે. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. હાલ આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
સમગ્ર ઘટના બાદ બાળક અને તેની માતાનું શું થયું તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. આ વાયરલ વિડિયો otilocanuto નામના આઈડી પર ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોને જોયા બાદ ઘણા લોકો ખૂબ જ ડરી ગયા છે અને ઘણા લોકો કોમેન્ટમાં અલગ-અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.