હાલ સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરની બહાર રમી રહેલા ભાઈ-બહેનનું એકસાથે મોત નીપજ્યું છે. ભાઈ-બહેન સાથે કંઈક એવું બન્યું કે ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. આ ઘટનામાં 11 વર્ષના રવિન્દ્ર અને તેની 8 વર્ષની બેન મોનિકાનું પણ કરુણ મોત નીપજ્યું છે.
આ ઘટના બનતા જ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી અનુસાર, ઘટના બની ત્યારે પરિવારના તમામ સભ્યો ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. સાંજે કામ કરીને પરિવારના સભ્યો ઘરે પરત આવ્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. આ દુઃખદ ઘટના રાજસ્થાનના બાડમેરમાંથી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, શુક્રવારના રોજ બપોરના 2:00 વાગ્યાની આસપાસ રવિન્દ્ર અને તેની બહેન મોનિકા શાળાએથી પરત ફર્યા હતા. ત્યારે તેમના માતા-પિતા ખેતરમાં કામ કરવા માટે ગયા હતા.
શાળાએથી આવ્યા બાદ રવિન્દ્ર અને મોનિકા બંને રમવા લાગ્યા હતા. આ દરમિયાન, ઘરમાં એક મોટી પેટી પડેલી હતી. રમતા રમતા બંને ભાઈ-બહેન આ પેટીની અંદર ઘુસી ગયા હતા. ત્યારબાદ પેટીનું ઢાંકણું અચાનક જ બંધ થઈ ગયું હતું અને બંને અંદર ફસાઈ ગયા હતા.
બંનેએ પેટીમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ બહાર નીકળી શક્યા નહીં. જ્યારે સાંજે છ વાગ્યાની આસપાસ માતા-પિતા ઘરે આવ્યા ત્યારે તેમને બાળકો દેખાયા નહીં. પછી માતા પિતા દ્વારા બંનેની શોધખોળ કરવામાં આવી ત્યારે તેમની નજર પેટી ઉપર પડી હતી.
પછી પેટી ઊંચી કરીને જોયું ત્યારે બંને માસુમ બાળક પેટીની અંદર બેભાન હાલતમાં પડેલા હતા. ત્યારબાદ બંનેને પેટીમાંથી બહાર કાઢીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા બંનેની તપાસ કરવામાં આવ્યા બાદ બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.