આજના સમયમાં તારક મહેતા શો ખૂબ જ લોકપ્રિય સિરિયલ બની રહે છે કારણકે તેમના પાત્રો અને તેમના અભિનય લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ સીરીયલ છેલ્લા ઘણા વર્ષોથી ધૂમ મચાવી રહી છે. તેમાં પણ તારક મહેતા શો સિરિયલની બબીતાજી માત્ર સીરીયલમાં નહીં પરંતુ અસલ જિંદગીમાં પણ પોતાના લૂક થી લોકોને જોવા મજબૂર કરી દે છે.તે હંમેશા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે.
હાલમાં જ બબીતાજી એટલે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાની માતા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી નો વિડીયો અને ખૂબસૂરત તસવીર શેર કરી છે આપ વાયરલ તસવીરોમાં જોય શકો છો કે બબીતાજી પોતાની માતા સાથે વ્હાઇટ ટીશર્ટ અને બ્લુ જીન્સમાં ખૂબ જ સુંદર અને આકર્ષક અંદાજ પોઝ આપ્યા હતા. બબીતાજીએ પોતાના મેકઅપથી સુંદરતામાં વધારો કર્યો હતો. બબીતાજી આ તસવીરમાં પોતાની માતા સાથે ખૂબ જ સુંદર હોટલમાં લંચની મજા માણતી જોવા મળી રહી છે.
View this post on Instagram
મુનમુન દત્તા એટલે કે બબીતાજી પોતાની માતાને ખૂબ જ પ્રેમ કરે છે આ સાથે તેમની દરેક સફળતા પાછળ તેમની માતાની સંઘર્ષ કહાની રહેલી છે. આ તસવીરોમાં બબીતાજી અને તેમની માતા વચ્ચેનો પ્રેમ જોવા મળી રહ્યો છે બબીતાજીની માતા પણ રેડ એન્ડ બ્લેક કલરના કોમ્બિનેશનની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ તસવીરોને અત્યાર સુધી 1લાખ કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે તમામ લોકોએ કોમેન્ટના માધ્યમથી માતા દીકરીના પ્રેમના ખૂબ જ વખાણ કર્યા હતા આ સાથે બબીતાજીની માતાને જન્મદિવસ નિમિત્તે શુભકામના શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા.વાયરલ તસવીરોએ દરેક લોકોના દિલ જીતી લીધા હતા.
આ તસવીરના કેપ્શન માં બબીતા જે લખ્યું હતું કે હેપી બર્થડે માય લાઈફ લાઈન. માય બ્યુટીફૂલમાં આમ કહી હાર્ટનું ઈમોજી મૂક્યું હતું. એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે બબીતાજીની માતાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જ્યારે અન્ય વ્યક્તિ લખ્યું હતું કે ક્યારેક સિરિયલમાં તમારી માતાને પણ જરૂરથી લાવજો ખરેખર ખૂબ મજા આવશે. હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.