ટીવી સિરિયલની દુનિયામાં તારક મહેતા દરેક લોકો વચ્ચે લોકપ્રિય બની ગયો છે આ સીરીયલ છેલ્લા 16 વર્ષની દરેક ઘરમાં મનોરંજન કરાવી રહી છે. હાલમાં જ તારક મહેતા સીરીયલ સાથે જોડાયેલા તમામ અભિનેતા અભિનેત્રીઓ દિગ્દર્શક ડાયરેક્ટર સાથે મળી 16 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરી હતી પરંતુ 16 વર્ષ ની વચ્ચે અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ સીરીયલને હંમેશા માટે અલવિદા કહી દીધું છે જો કે આ સમાચાર સિરિયલના ચાહકો માટે ખૂબ જ નિરાશા જનક સાબિત થયા હતા પરંતુ નવા પાત્રોએ પોતાના અભિનયમાં બદલાવ લાવી તમામ લોકોના દિલ જીતી લીધા છે. અત્યાર સુધી તારક અંજલી રોશન બાવરી નટુકાકા ગોલી સોનુ જેવા તમામ પાત્રો બદલાઈ ગયા છે અને તેમની જગ્યાએ નવા પાત્રોએ શોમાં એન્ટ્રી લઈ લીધી છે.
પરંતુ આ તમામ પાત્રો સીરીયલ છોડ્યા બાદ પણ સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે આજે આપને વાત કરવા જઈ રહ્યા છે તારક મહેતાની જૂની સોનુ એટલે કે જીલ મહેતા તે પોતાના બોયફ્રેન્ડ સાથે હંમેશા વેકેશનની અથવા રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે તારક મહેતાને સાથે હંમેશા વેકેશનની અથવા રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. તારક મહેતાની જૂની સોનુ લાંબા સમયથી સીરીયલ ને અલવિદા કહી દીધું છે ત્યારબાદ તે પોતાની ફેશન સ્ટાઈલ અને પર્સનલ લાઈફને કારણે લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની રહે છે.
View this post on Instagram
તારક મહેતાની સોનુ એ આ સીરીયલ છોડ્યા બાદ તમામ ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ નવી સોનુ ની એન્ટ્રી સાથે જ સિરિયલ માં ફરીવાર ચાર ચાંદ લાગી ગયા હતાં. હાલમાં જ જીલ મહેતા એ બ્રાઇડલ લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે જીલ મહેતા લાલ સાડી માં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. આ લાલ સાડી માં જીલ મહેતા એકદમ દુલ્હન કરતાં પણ વિશિષ્ટ સુંદર લાગી રહી હતી અલગ અલગ અંદાજમાં પોઝ આપી ખુલ્લા વાળમાં આ ફોટોગ્રાફી કરાવી રહી છે.
આ ફોટોગ્રાફી જોતા ની સાથે જ ચાહકો પોતાની લાગણીને રોકી શક્યા નહિ. અને મન મૂકીને લાઈક અને કોમેન્ટ કરી હતી. એક વ્યક્તિ લખ્યું હતું કે તમે ખરેખર ખૂબ જ સુંદર દુલ્હન લાગો છો જ્યારે અન્ય વ્યક્તિ લખ્યું હતું કે હવે તમે ક્યારેય લગ્ન કરશો તો એ ચાહક લખી રહ્યો છું કે હવે તમે જલ્દીથી સીરીયલમાં પાછા આવી જાઓ. એક વ્યક્તિએ મજાકમાં લખ્યું હતું કે ભીડે ભાઈ ખીજાશે જ્યારે અન્ય એક લખી રહ્યો છે કે હવે ટપ્પુ ક્યાં છે એ જરા બતાવો. જીલ મહેતાના ચાહકો તરફથી આવી અલગ અલગ કોમેન્ટ જોવા મળી હતી.