આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં બેંગલુરુના NICE રોડ પર માર્ગ અકસ્માતમાં એક મહિલા અને બે વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. મળતી માહિતી મુજબ, ભાડે લીધેલી કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બેંગલુરુના સોમપુર પાસે નાઇસ રોડ પર 3 ઓક્ટોબરની સવારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક નાના બાળક સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત દરમિયાન, કાર મૈસૂર રોડથી કનકપુરા રોડ બાજુ જઈ રહી હતી ત્યારે તેણે કાબૂ ગુમાવ્યો હતો અને એક ટ્રક સાથે અથડાયા બાદ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને બે વર્ષના બાળકનું કરૂણ મોત નિપજ્યું છે.
જાણવા મળ્યું છે કે, ડ્રાઈવરને જોકું આવી જવાને કારણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ જ કારણે, કાર સીધી ટ્રક સાથે અથડાઈ અને દિવાલ સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં મહિલા સિંધુ અને તેના 2 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે મહેન્દ્ર સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહેન્દ્રના પરિવાર દ્વારા 4 લોકો માટે ભાડા પર કાર બુક કરાવવામાં આવી હતી. પરંતુ, ડ્રાઈવરની ભૂલને કારણે સમગ્ર પરિવાર પર મોતનો ભય છવાયો હતો. બે લોકોની હાલત પણ હોલ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ અંગે સ્થાનિક ટ્રાફિક પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આ પરિવાર તામિલનાડુના સાલેમનો છે અને હાલમાં બેંગલુરુના રામમૂર્તિનગરમાં રહે છે. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને બે વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઘાયલોને કોઈક રીતે કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.