સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દસાડા-જૈનાબાદ હાઈવે પર એક પુરપાટ ઝડપે સ્વીફ્ટ કાર ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી નજીકના વીરપરડા ગામના દરબારાથી સ્વિફ્ટ કારમાં દેત્રોજ લોક જઈ રહ્યા હતા. ત્યારે પાટડી તાલુકાના જૈનાબાદ અને દસાડા વચ્ચેના વણાક નજીક રાજસ્થાન તરફથી પસાર થઈ રહેલી ટ્રકે સ્વીફ્ટ કારને જોરથી ધડાકાભેર ટક્કર મારી હતી.
ટ્રક અને સ્વિફ્ટ કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, કાર પલટી મારી નજીકના ખેતરમાં પડી ગઈ હતી. કારમાં ફસાઈ જતાં ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં દસાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ થતા જાણવા મળ્યું છે કે, આ સ્વિફ્ટ ગાડી કુલદીપસિંહ પરમારન નામે બોલતી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે દસડા પીએસઆઈ વી.આઈ.ખાડિયાએ જણાવ્યું હતું કે, આ ચારેય મૃતકો મોરબી જિલ્લાના છે. આ પૈકી ત્રણ દેત્રોજ નજીકના કુકવાવ ગામના જમાઈ છે. કુકાવાવ નજીક રાત્રીના સમયે અકસ્માતમાં સાસરી પક્ષના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ચારેય દરબારીઓ તેમના સાંસારિક કામકાજમાં દેત્રોજના કુકવાવ ગામે જતા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃતકોના નામ
વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા (ઉંમર વર્ષ 25, રહે. ઇન્દિરાનગર-મહેન્દ્રનગર મોરબી)
ઇન્દ્રજીતસિંહ જટુભા ઝાલા (ઉંમર વર્ષ 22, રહે. મોડપર, મોરબી)
સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા (ઉંમર વર્ષ 33, રહે. વીરપરડા, મોરબી)
મુક્તરાજ કલુભા ઝાલા (ઉંમર વર્ષ 34, રહે. મોડપર, મોરબી)