આ દુનિયામાં બાપ દીકરીના સંબંધ માટે કોઈ શબ્દ કે કોઈ વ્યાખ્યા નથી બાપ દીકરી નો પ્રેમ અતૂટ અને ખુટ હોય છે જ્યારે બાપ પોતાના ઘરેથી દીકરીને વિદાય કરે ત્યારે દુનિયાનું સૌથી મોટું દુઃખ પિતાને થતું હોય છે આ માટે જ આ સંબંધને ખૂબ જ પવિત્ર અને મજબૂત દર્શાવવામાં આવ્યો છે ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં આ સંબંધને સૌથી ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયાની તમામ દીકરી પોતાના પિતાને ગર્વ થાય તેવા કાર્ય કરવાના પ્રયત્ન કરતી હોય છે આવા અનેક સમાચાર સોશિયલ મીડિયામાં આપની સામે આવતા હોય છે જેની વિશે સાંભળી આપણે પણ વખાણ કરવા લાગે છે આવા જ એક સમાચાર થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા.
આ વિડીયો જોતાની સાથે તમામ લોકોની આંખમાંથી આંસુ જોવા મળ્યા હતા. આ વિડીયો હકીકતમાં એક કાર શોરૂમનો છે. જ્યારે સેલ્સમેન નવી કારની ચાવી પિતાના હાથમાં આપે છે ત્યારે તેમની પુત્રી ખુશીથી નાચવા લાગે છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે ચાવી આપવાની સાથે જ પુત્રીના આનંદની કોઈ સીમા રહેતી નથી અને જોર જોરથી તાળી પાડી બૂમો પાડવા લાગે છે. દીકરીની આ સરપ્રાઈઝ જોતાની સાથે જ માતા પિતા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે ખરેખર દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે તેમના સંતાનો જીવનમાં ખૂબ આગળ વધી પ્રગતિના શિખરો પાર કરી તેમના દરેક સપનાઓને સાકાર કરે અને જ્યારે આ સ્વપ્ન તેમના દીકરા દીકરીઓ સાકાર કરે છે ત્યારે તેમના આનંદની કોઈ સીમા રહેતી નથી જે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
View this post on Instagram
આ બાદ પિતા ખુદ કાર ડ્રાઇવિંગ કરી તેને શોરૂમની બહાર કાઢતા જોવા મળે છે. પિતા પુત્રીનો પ્રેમ સંબંધ રજૂ કરતો આ અદભુત અને સુંદર વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે તમામ લોકો ચારે તરફ દીકરીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી 40 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો છે. બે લાખથી વધારે આ વીડિયોમાં લોકો દ્વારા લાઈક મળી ચૂકી છે. આ વિડીયોને નોટી વર્લ્ડ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.
આ વિડીયો પર તમામ સોશિયલ મીડિયા યુઝર એ અલગ અલગ કોમેન્ટ કરી પોતાના મંતવ્ય અને પ્રતિસાદ આપ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે હું પણ મારા માતા-પિતાના તમામ સપનાઓને સાકાર કરવા માંગુ છું.અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે તમારા પિતા ખૂબ જ નસીબદાર છે જેને આવી દીકરી મળી છે ભગવાન તમને બંનેને હંમેશા ખુશ રાખે અને આપ આવી જ રીતે આગળ વધે પ્રગતિના પંથો પાર કરો. હજુ એક વ્યક્તિએ લખ્યું હતું કે આપણા સમાજ અને દેશને આવી જ બહાદુર નીડર અને પ્રેમાળ દીકરીઓની જરૂર છે તો જ આપણે સફળ થઈ આગળ વધી શકીશું.