ગુજરાતમાં ફરજ બજાવી રહેલ આ મહિલા આઇપીએસ ઓફિસરથી ધ્રૂજે છે આખું શહેર, દેખાવમાં લાગે છે ખૂબ જ સુંદર

વાઇરલ

આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીઓને સર્વશ્રેષ્ઠ સન્માન આપવામાં આવે છે તથા તેમને જગદંબા આદ્યશક્તિ સરસ્વતી મહાલક્ષ્મી સ્વરૂપ તરીકે તેમની પૂજા પણ કરવામાં આવે છે. આજના સમયમાં પુરુષો સાથે મહિલાઓ પણ કદમથી કદમ મિલાવીને આગળ ચાલી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે દુનિયામાં એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓએ પોતાની ઉડાન ના ભરી હોય. આવનારા સમયમાં સમગ્ર દુનિયામાં મહિલાઓ પોતાનું વર્ચસ્વ જમાવી પોતાના તમામ સપનાઓ પૂરા કરશે. આપણે સોશિયલ મીડિયામાં અથવા અન્ય જગ્યાએ મહિલાઓની અનેક સફળતાની કહાનીઓ જરૂરથી સાંભળી અથવા વાંચી હશે તો આજે આપણે એક એવી જ પ્રેરણાદાયક સફરની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને વાંચી તમને પણ મહિલાઓ પ્રત્યે ગર્વની લાગણી ઉભી થશે. આઇપીએસ તરીકે ફરજ બજાવતી પૂજા યાદવ આજના સમયમાં દરેક સ્ત્રી માટે ઉત્તમ ઉદાહરણ તરીકે ઊભી થઈ છે.

પુજા યાદવ હાલમાં આઈપીએસ તરીકેની ફરજ બજાવી દેશના સેવા કાર્યમાં પોતાનો અગ્રિમ ફાળો આપી રહી છે માત્ર એટલું જ નહીં પરંતુ તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. પુજા યાદવ નો જન્મ 20 સપ્ટેમ્બર 1988 ના રોજ થયો હતો અને તેને પ્રારંભિક શિક્ષણ હરિયાણાની સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. આ બાદ તેણે ફૂડ એન્ડ બાયો ટેકનોલોજી માં એમટેક ની ડિગ્રી પ્રાપ્ત કરી. આબાદ તે વધુ શિક્ષણ અને નોકરી અર્થે કેનેડા ગઈ ત્યારબાદ જર્મનીમાં પણ કાર્ય કર્યું હતું. વિદેશમાં પૂજા યાદવ સારા પગાર ધોરણ અને જીવન માટે ગઈ હતી પરંતુ માત્ર આટલી જ સફળતાથી તે સંતોષ ન હતી.

કારણ કે તે જીવનમાં ખૂબ જ ઊંચી સફળતા મેળવવા માંગતી હતી. પુજા યાદવ ભલે જર્મની કેનેડા જેવા દેશમાં ગઈ હતી પરંતુ હંમેશા હૃદયમાં દેશ સેવાના કાર્યનું જૂનુંન લઈને ફરતી હતી તેને હંમેશા બાળપણથી જ દેશ માટે સેવા કાર્ય કરવાનું એક અલગ જ આત્મવિશ્વાસ અને મનોબળ હતું. દેશ સેવાના કાર્ય સાથે હંમેશા તે ગરીબ અને જરૂરિયાતમંદ ની સેવા કરવામાં પોતાનો સમય પસાર કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pooja Yadav (@poojayadav_ips)

પોતાના સપનાઓને વધારે ઊંચાઈ આપવા માટે એ ભારત પરત ફરી અને યુપીએસસી પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય માટે પૂજાના પરિવારે પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો. જોકે પૂજા યાદવના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી છતાં પણ પોતાની દીકરીના સપનાને પૂર્ણ કરવા માટે પરિવારે પણ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. પૂજા પોતાના ખર્ચને પૂર્ણ કરવા માટે રિસેપ્શનમાં બેસી નોકરી કરતી હતી. માત્ર એટલો જ નહીં પરંતુ છોકરાઓને ટ્યુશન પણ કરાવતી હતી. આ સાથે બાકીના સમયમાં યુપીએસસીની પરીક્ષા માટે પૂજા તનતોડ દિવસ રાત એક કરી મહેનત કરતી હતી પરંતુ પ્રથમ પ્રયાસમાં તે નિષ્ફળ રહી હતી. છતાં પણ પૂજાએ હાર ન માની અને સતત યુપીએસસી પરીક્ષા પાસ કરવાના પ્રયત્નો શરૂ રાખ્યા કારણકે તેને પોતાના પર પૂર્ણ આત્મવિશ્વાસ હતો કે તે એક દિવસ જરૂરથી યુપીએસસીની પરીક્ષા પાસ કરી દેશ સેવાના કાર્યોમાં આગળ વધશે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Yadav (@poojayadav_ips)

આખરે પોતાની મહેનત અને સંઘર્ષોથી બીજા પ્રયાસમાં 174 માં રેન્કથી તે સફળ રહી હતી અને 2018 ની આઇપીએસ ઓફિસર બની. હાલમાં આઇપીએસ પૂજા યાદવ ગુજરાતના કેડરમાં ફરજ બજાવી રહી છે. વર્ષ 2021 માં પૂજા યાદવ એ ભારદ્વાજ સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. પુજા યાદવ ના પતિ પણ વર્ષ 2016 ના આઇપીએસ ઓફિસર રહ્યા છે. હાલમાં પતિ પત્ની બંને આઇપીએસ ઓફિસર પદ પર ફરજ બજાવી દેશ સેવાના કાર્યો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *