સોશિયલ મીડિયા પર આજકાલ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. એવા ઘણા વીડિયો હશે જે તમને ડરાવી દેશે અને કેટલાક એવા વીડિયો હશે જે આપણું દિલ જીતી લેતા હોય છે. ત્યારે કેટલાક વીડિયો ફની પણ હોય છે. જ્યારે ઘણા વીડિયો પ્રેરક અથવા શૈક્ષણિક હોય છે.
ત્યારે હાલ આવો જ એક ખતરનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો જોઈને તમે ચોંકી ઊઠશો. કેટલાક લોકો ખૂબ જ હિંમતવાન હોય છે અને ગમે ત્યાં સ્ટંટ બતાવીને તેઓ પોતાને ખૂબ જ સ્માર્ટ માનવા લાગે છે. હાલ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમે આવા સ્ટંટ કરતા કે જોતા પહેલા 100 વખત વિચારશો.
આ વિડીયોમાં એક વ્યક્તિ તેના મોઢામાંથી આગ કાઢવાનો પ્રયત્ન કરે છે અને વ્યક્તિના મોઢા પર અચાનક જ આગ લાગી જાય છે. એક ફાયર સ્ટંટનો વીડિયો હાલ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક માણસ તેના મોઢામાંથી આગ કાઢતો જોવા મળી રહ્યો છે.
आग से ऐसा खिलवाड़ दोबारा नही करेगा pic.twitter.com/uVs0q7YqQu
— STUNNED VIDEOS (@kumarayush084) September 3, 2021
તેણે પોતાના મોઢામાં આગ મૂકી અને આગની ઝપેટમાં આખું મોઢું આવી ગયું હતું. ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયો ખુબ જ ખતરનાક છે. આ વ્યક્તિને તેની આસપાસના લોકો દ્વારા તરત જ બચાવી લેવામાં આવ્યો હતો. જોકે, સામાન્ય રીતે લોકોને આ પ્રકારના સ્ટંટ ન કરવા જોઈએ.
જરૂરી નથી કે દરેક સ્ટંટ સફળ જાય. કેટલાક સ્ટંટ તમને હસાવે છે અને કેટલાક જીવન સાથે ખિલવાડ થઇ રહ્યા હોય તેવા સાબિત થાય છે. ફાયર સ્ટંટ કરનારા વ્યક્તિ સાથે પણ આવું જ થયું. તેની સહેજ ભૂલને કારણે, તેના કપડા આગને સ્પર્શી ગયા હતા અને આગ મોઢા પર લાગી ગઈ.