આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ વાઇરલ રહ્યા છે. લોકો દરેક જગ્યાએ ઝડપથી પહોંચવાની ઉતાવળમાં હોય છે જે રોડ અકસ્માતનું કારણ બની જાય છે. તમે લોકોને લાખો વખત રસ્તા પર લાલ લાઈટ જમ્પ કરતા જોયા હશે, હાલમાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે.
ટ્રેન રસ્તામાં આવતા કોઈપણ વાહનને કચડી શકે છે તેમ જાણતા હોવા છતાં એક વ્યક્તિએ સામેથી આવતી ટ્રેનને અવગણીને ફાટકમાંથી કાર પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લોકો કેટલા બેદરકાર છે જે પોતાનો અને બીજાનો જીવ પણ જોખમમાં મૂકે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેન આવવાની છે. તેથી ફાટક ખેંચીને ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ, એક વ્યક્તિ એટલી ઉતાવળમાં હતો કે તેણે પોતાની કાર નિર્ભયતાથી ટ્રેકની બીજી તરફ હંકારી મૂકી હતી. વ્યક્તિએ એકવાર પણ વિચાર્યું ન હતું કે જો કાર ટ્રેન સાથે અથડાઈ હોત તો તેની હાલત શું થઈ હોત, તે તો બસ પોતાની ધુનમાં મગ્ન હતો.
यही इतनी जल्दीबाज़ी वाले पान के दुकान पर रुकेंगे 🙃
— Bihar_se_hai (@Bihar_se_hai) September 22, 2023
આ માણસ કારને બીજી તરફ હંકારી, પણ તેણે જોયું કે ત્યાંનો ગેટ પડી ગયો હતો. હવે તેની પાસે બે વિકલ્પ હતા. કાં તો તે ટ્રેન પસાર થાય અને ફાટક ઊંચો થાય તેની રાહ જોવે અથવા તો ફાટક તોડીને પસાર થાય. આશ્ચર્યની વાત એ છે કે, વ્યક્તિએ બીજો વિકલ્પ પસંદ કર્યો, તેણે બંધ ફાટકમાંથી જ પોતાની કાર બહાર કાઢી.
વીડિયોમાં જોઈ શકો છો કે, ફાટક નીચો છે જેથી કારને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. પરંતુ, વ્યક્તિને એટલી બધી ઉતાવળ હતી કે તેને પોતાની કારને બહાર કાઢવા માટે સીધો ગેટ તોડી નાખ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે, જે સમયે વ્યક્તિ તેની કારને ગેટમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે તે જ સમયે એક વ્યક્તિ તેની કારની નંબર પ્લેટનો ફોટો પાડી લે છે.