સતલાસણા તાલુકાના ધરોઈ ડેમ પાસે પુલના છેડે ટેરેસ પરથી તેના બાળકો સાથે માછલી વેચતી મહિલા પર એક બેફામ ચાલકે તેની કાર ચડાવી દીધી હતી. જેમાં માતા સહિત કુલ ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં માતા અને તેના બે બાળકોના મોત થયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર માટે મોકલવામાં આવી છે. અકસ્માત સર્જનાર ગાડી પણ રોડની સાઈડમાં ઊતરી જતા ઇજાગ્રસ્ત કારચાલકને સ્થાનિક લોકોએ ઝડપી લીધો હતો.
મૂળ રાજકોટનો અને મહેસાણા જિલ્લાના ધરોઈ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી રહેતો એક પરિવાર માછલી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગીતાબેન વાઘેલા, તેનો પુત્ર આકાશ, પુત્રી કરિશ્મા અને બીજી પુત્રી કિંજલ, ચારેય જણ ધરોઈ નદીના કિનારે પુલ પાસે છાપરું બાંધીને માછલી વેચતા હતા. આ દરમિયાન I-10 કાર નંબર (GJ-02-CP-2789)ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર માછલી વેચતા પરિવારના છાપરામાં ઘૂસડી દીધી હતી.
ધાબા પર માછલી વેચતા ગીતાબેન, પુત્ર આકાશ, પુત્રી કરિશ્મા અને કિંજલ પર કાર ચડી જતાં મોતની ચિચિયારીઓઓ ગુંજી ઊઠી હતી. જ્યારે નજીકમાં રહેતા એક ભાઈને ઘટનાની જાણ થઈ ત્યારે તરત જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જનાર કાર રોડની સાઇડમાં ઉતરી જતાં સ્થાનિક લોકોએ ચાલકને પકડી લીધો હતો.
સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ઘાયલોને 108 મારફત સતલાસણા અને વડનગરની અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 50 વર્ષના ગીતાબેન, 13 વર્ષના પુત્ર આકાશ અને 30 વર્ષની પુત્રી કરિશ્માનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ 15 વર્ષની કિંજલ હાલ સારવાર હેઠળ છે.
આ દુ:ખદ ઘટનામાં મૃતક કરિશ્મા સાત માસની ગર્ભવતી હતી, તે તેની માતાના ઘરે રહેતી હતી અને તેની માતાને માછલીના વ્યવસાયમાં મદદ કરતી હતી. તેનું મોત થતાં ગર્ભમાં ઉછરી રહેલું માસૂમ બાળક દુનિયાને જોતાં પહેલાં જ ભગવાનને વહાલું થઈ ગયું છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા પરિવાર વિખેરાઈ ગયો હતો. આ અકસ્માતમાં ખેરાલુની તૈયબા સોસાયટીમાં રહેતા મેમણ લુકમાન ફઝલભાઈ અને અક્સાબેન મેમણને પણ ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા છે. મૃતકના ભાઈએ ડ્રાઈવર વિરુદ્ધ આ અંગે ફરિયાદ નોંધાવી છે.