મંદિરની બહાર ફુલ વેચી માતાનો પુત્ર iphoneની જીદ પકડી ભૂખ હડતાલ પર બેઠો, એક એક રૂપિયો ભેગો કર્યો અને… જાણો સંપૂર્ણ ઘટના

વાઇરલ

આજકાલ લોકો માત્ર બસ દેખાવડો કરવામાં જ બરબાદ થઈ જતા હોય છે. હું બધાથી જલ્દી આગળ નીકળી સફળ થઈ જાવ આવી ઈચ્છા રાખી પોતે કોઈપણ હદ સુધી જવા તૈયાર થતા હોય છે. આવા અનેક કિસ્સાઓ દરરોજ સોશિયલ મીડિયામાં આપણી સામે આવે છે જેની વિશે વાંચીને આપણા પણ હોશ ઉડી જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેની વિશે સાંભળી તમારી આંખમાંથી પણ આંસુ નીકળી જશે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજના સમયમાં દરેક લોકો પોતાનું ઊંચું સ્ટેટસ બતાવવા માટે iphone ની ખરીદી કરવાનું વધારે પસંદ કરતા હોય છે આજે દરેક લોકોનું સપનું iphone લેવાનું બની ગયું છે લોકો પોતે લોન લઈને પણ iphone ની ખરીદી કરતા હોય છે. આજે ચારે તરફ બસ iphone iphone ન જ સાંભળવા મળે છે.

હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં એક ફૂલ વેચનાર સામાન્ય માતા નો પુત્ર iphone લેવાની ઈચ્છા સામે ત્રણ દિવસ ભૂખ હડતાલ પર રહ્યો હતો. આખરે તેની માતાને પુત્રની જીદ સામે નમી iphone લઈ દેવો પડ્યો હતો. Iphone ના કારણે પુત્ર એ ત્રણ દિવસ સુધી ખોરાક અને પાણી બધી વસ્તુનો ત્યાગ કર્યો હતો. આખરે માતાને iphone લઈ દેવાની ફરજ પડી હતી. પુત્રના ભવિષ્ય માટે તેમની માતાએ ફૂલ વેચી પૈસા ભેગા કર્યા હતા પરંતુ પુત્રની જીદ સામે iphone ખરીદવા માટે તમામ બચત અને મહેનતના પૈસા ખર્ચ કરવા પડ્યા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે પુત્ર iphone ની દુકાને 100 200 500 ના બંડલ લઈને ઉભો રહ્યો છે. બીજી બાજુ તેની માતા જણાવી રહી છે કે હું મંદિરની બહાર બેસી ફુલ વેચું છું મારા પુત્ર એ ત્રણ દિવસથી કંઈ ખાધું પીધું નથી. કારણ કે તેને કોઈપણ સંજોગોમાં iphone લેવો હતો. ખરેખર આ શબ્દો સાંભળી વીડિયો જોનાર તથા દુકાને આસપાસ ઉભેલા તમામ લોકો ચોકી ગયા હતા. આજના સમયમાં પુત્ર માતાની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે જ્યારે આ પુત્ર એ માતાને દુઃખ આપી તેમની તમામ બચત છીનવી લીધી હતી અને iphone લેવાની જીદ પુરી કરી.

આ પુત્ર એ માતાનો જરા પણ વિચાર ન કર્યો તેમને માતાએ મંદિરની બહાર તડકો ઠંડી વરસાદ સહન કરી મંદિરની બહાર ફુલ વેચી પુત્ર માટે તમામ પૈસાની બચત કરી હતી જ્યારે તેમના પુત્ર એ સામાન્ય આઈફોન લેવાની જીદ કરી તમામ પૈસાને ખર્ચ કરી નાખ્યા હતા. ખરેખર આ વિડીયો જોતા તમામ લોકો પુત્ર પર ખૂબ જ ગુસ્સે થયા હતા. જ્યારે બીજી બાજુ માતાની હાલત જોતા ભાવુક થતા પણ જોવા મળ્યા હતા. આ વીડિયોમાં તમામ લોકો પોતાના અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ આપી રહ્યા છે.

એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે આ કરતા પુત્ર ન હોવું વધારે સારું જ્યારે અન્ય વ્યક્તિ લખ્યું હતું કે તમે ક્યારેય જીવનમાં સુખી થશો નહીં કારણ કે તમે તમારી માતાને ખૂબ જ દુઃખી કરી છે. જ્યારે એક વ્યક્તિ લખી રહ્યો છે કે iphone લેવાથી કોઈ ધનવાન નથી બની જવાનું પરંતુ તેની જગ્યાએ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરો દુનિયા તમને આપોઆપ ઓળખવા લાગશે. માતા પિતાએ પોતાના જીવનમાં તમામ સપનાઓને ત્યાગ કરી દીકરાની તમામ ઈચ્છા પૂર્ણ કરે છે. પરંતુ આજે આ કિસ્સો જોતા એવું લાગી રહ્યું છે કે ખરેખર આ દુનિયામાં કળિયુગનું આગમન થઈ ગયું છે જ્યારે એક દીકરો પોતાની માતાનો જરા પણ વિચાર કરતો નથી બસ માત્ર પોતાનું સ્ટેટસ ઉચું બતાવવા માટે લોકોની વચ્ચે ફરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *