ગયા રવિવારે સવારે બનેલી એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક વિદ્યાર્થીનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. જ્યારે વિદ્યાર્થીની લાશ મળી ત્યારે તેની પાસે બ્લુટુથ મોબાઈલ સાથે કનેક્ટ હતું. વિદ્યાર્થી 24 કલાક સુધી તેના રૂમમાંથી બહાર ન આવ્યો જેના કારણે શંકા થઈ અને ત્યારબાદ વિદ્યાર્થીના રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો.
પરંતુ કોઈએ દરવાજો ન ખોલ્યો, ત્યારબાદ દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કર્યો તો અંદર વિદ્યાર્થીની લાશ પંખા સાથે લટકેલી હતી. જણાવી દઈએ કે, આ ઘટના ઝાંસીમાં બની હતી. ઘટના અંગે વિગતે વાત કરીએ તો વિદ્યાર્થીએ શા માટે આત્મહત્યા કરી તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. સમગ્ર ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થીનો મોબાઈલ ફોન કબજે કરી સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીના પિતાનું કેવું છે કે, દીકરાના મોતનું રહસ્ય તેના મોબાઇલમાં છે. મૃત્યુ પામેલા દીકરાની ઉંમર 20 વર્ષની હતી અને તેનું નામ રિતિક પટેલ હતું. રિતિક છેલ્લા ત્રણ વર્ષથી ઝાંસીમાં ભણતો હતો અને તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. શનિવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ લોકોએ રિતિકને જોયો હતો. ત્યારબાદ લોકોએ તેને રૂમની બહાર આવતા જોયો ન હતો.
મળતી માહિતી મુજબ, રિતિક દરરોજ સવારે 5:00 વાગે ઉઠી જતો હતો. પરંતુ, રવિવારના રોજ સવારે ઘણો સમય થઈ ગયો છતાં પણ રિતિક પોતાની રૂમમાંથી બહાર આવ્યો નહીં. રીતિક એક ભાડાના મકાનમાં રહેતો હતો. આસપાસના લોકોને શંકા ગઈ એટલે તેમને મકાન માલિકને આ ઘટનાની જાણ કરીને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બહાર ઉભેલા લોકોએ રિતિકને બૂમ પાડી પરંતુ રૂમની અંદરથી કોઈ જવાબ મળતો ન હતો.
બાદમાં આ ઘટનાની જાણ રિતિકના નાના અને સંબંધીઓને કરવામાં આવી હતી. ત્યારે તેઓ અહીં રિતિકના રૂમ પાસે આવ્યા અને રૂમના દરવાજાને તોડીને રૂમની અંદર ગયા હતા. આ દરમિયાન રિતિકનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. જેથી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.
રીતિકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. માતા પિતાએ તેનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. જાણવા મળ્યું છે કે, રિતિક ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. રિતિકના પિતાનું કહેવું છે કે, તેના મોતનું રહસ્ય તેના મોબાઇલમાં છુપાયેલું છે. જેથી પોલીસ દ્વારા મોબાઈલ કબજે લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.