એક માતા માટે તેનું બાળક ભગવાન દ્વારા આપવામાં આવેલી સૌથી સુંદર ભેટ છે. બાળક ગમે તેટલું મોટું થઈ જાય પણ તેને જન્મ આપનારી માતા દુનિયાની તમામ મુશ્કેલીઓથી બચાવવાની જવાબદારી લે છે. જોકે, માતાનું હૃદય સૌથી વધુ તોડી નાખે છે જ્યારે ભગવાન તેના બાળકને કોઈ વિચિત્ર રોગ અથવા સમસ્યા સાથે પૃથ્વી પર મોકલે છે.
દરેક સગર્ભા સ્ત્રી ઈચ્છે છે કે, તેનું બાળક સ્વસ્થ અને રોગથી મુક્ત જન્મે. જોકે, દર વખતે આવું થતું નથી. કેટલાક બાળકો એવી જન્મજાત ખામીઓ સાથે જન્મે છે કે, ડૉક્ટરો પણ તેમની સમસ્યાઓને સમજી શકતા નથી. હાલ આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક જોવા મળે છે, જેનો જન્મ જ એવી વિચિત્ર વિકૃતિ સાથે થયો હતો કે તેને જોઈને માતાનું હૃદય પણ હચમચી ગયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, બાળકના ચહેરાથી લઈને તેનું આખું શરીર સફેદ થઈ ગયું છે. જાણે તેની ચામડી સિમેન્ટની બનેલી હોય. બાળકના શરીર પર ઘણી તિરાડો પણ દેખાય છે. તેની આંખો અને મોં લાલ છે. જ્યારે સમગ્ર શરીર સફેદ સિમેન્ટથી ઢંકાયેલું જોવા મળી રહ્યું છે.
બાળક એલિયન જેવું લાગે છે. તે ન પોતાનું મોં સંપૂર્ણ બંધ કરી શકે છે અને ન તો તેની આંખો ખોલી શકે છે. આ વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. દરેક જણ આશ્ચર્યમાં છે કે, બાળકનું શું થયું. ખરેખર, બાળકને હાર્લેક્વિન ઇચથિઓસિસ નામનો આનુવંશિક રોગ છે. આ રોગ ત્વચા પર ખૂબ જ ખરાબ અસર કરે છે.
હાર્લેક્વિન ichthyosis ધરાવતાં બાળકો અકાળે જન્મે છે. તેમના શરીરનો મોટાભાગનો ભાગ જાડી અને ખડતલ ચામડીથી ઢંકાયેલો હોય છે, જેમાં તિરાડો હોય છે. સૌથી ચોંકાવનારી અને આશ્ચર્યજનક વાત એ છે કે આ રોગનો કોઈ ઈલાજ નથી. આ વીડિયોમાં દેખાતા બાળકને પણ આવો જ રોગ છે.