આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં કડી તાલુકાના બોરીસણા ગામનો યુવાન બાઇક પર કડી આવ્યો હતો અને વાળ કપાવી પોતાના ઘરે જઇ રહ્યો હતો. આ દરમિયાન, કડીના હનુમંત પ્લાઝા પાસેથી કરણનગર રોડ પર સામેથી આવતી કારે બાઇક પર બોરીસણા તરફ જઇ રહેલા યુવકને ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં તેને શીલજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બુધવારે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
મળતી માહિતી મુજબ, કડી તાલુકાના બોરીસણા ગામે રહેતા દિનેશજી ઠાકોર જેઓ ખેતીવાડી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેમનો એકના એક દીકરો કરણ ઠાકોર જેતપુરમાં આવેલ હેસ્ટર કંપનીમાં નોકરી કરી રહ્યો છે. આ ઉપરાંત, તેને બે પુત્રીઓ છે અને પરિવાર સાથે જ રહે છે. કરણ ઠાકોર તેના વાળ કપાવવા બાઇક પર કડી આવ્યો હતો અને તેના ઘરે જતો હતો. તે દરમિયાન, હલમંત પ્લાઝા પહોંચતા સમયે તેમનો અકસ્માત થયો હતો. બાઇક પર જઇ રહેલા બોરીસણાના યુવાનને સામેથી આવતી કારે ટક્કર મારી હતી. ઘટના સ્થળે જ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
દિનેશજીનો પુત્ર કરણ સોમવારે કડીના બોરીસણા ગામના તેની બાઇક નંબર GJ.2 EB.4517 પર હેસ્ટર કંપનીમાં નોકરી પર ગયો હતો. સાંજે કરણ બાઇક લઇને કઢી આવ્યો હતો. જ્યારે તેની માતાએ તેને ફોન કરીને પૂછ્યું કે, બેટા ક્યાં છે? ત્યારે કરણે કહ્યું, “મમ્મી, હું કંપનીમાં ઓવરટાઇમ કામ કરીશ અને વાળ કપાવીને ઘરે આવીશ.”
જેથી કરણ વાળ કપાવીને પોતાનું બાઈક લઈને કડીથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન, હનુમંત પ્લાઝાથી કરણનગર રોડ બાજુ જતા રોડ ઉપર પહોંચતા સામેથી આવી રહેલી ગાડી નંબર GJ.2 CA.5244 ચાલકે તેને ટક્કર મારતા બાઈક સાથે રોડ ઉપર ધડાકાભેર તે પછડાયો હતો. જ્યાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ કરણ કડી સ્થિત હનુમંત પ્લાઝા પાસે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યાં કરણને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડાયો હતો અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. કરણને માથાના ભાગે ગંભીર ઈજાઓ અને અન્ય ઈજાઓ થતાં તેને સારવાર માટે શીલજની હેલ્થ વન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બુધવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. એક પુત્ર અને બે પુત્રીના પિતાનું દુઃખદ અવસાન થતાં પરિવારમાં શોખનો અંત આવ્યો હતો. ઘટનાને લઇ કડી પોલીસ દ્વારા ગાડી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.