આજના સમયમાં દરેક લોકો પોતાના કુળદેવી ઇષ્ટદેવ પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ રાખી તેમની ભક્તિ કરતા હોય છે તો ઘણા લોકો પ્રસન્ન કરવા માટે હવન ઉપવાસ કરી અલગ અલગ ભજન ભક્તિના કાર્યક્રમોનું પણ આયોજન કરતા હોય છે. દરેક લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનને પ્રસન્ન કરવા માટેના પ્રયત્નો કરે છે કારણ કે આપણો દેશ ધર્મ સંસ્કાર સંસ્કૃતિ પરંપરા વારસા સાથે જોડાયેલો છે આ જ આપણા ભારત દેશની સૌથી મોટી સુંદરતા છે. હાલમાં સમગ્ર ભારતભરમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જેમાં તમામ લોકો ભગવાન મહાદેવને આરાધના કરી તેમને પ્રસન્ન કરે છે માત્ર એટલો જ નહીં પરંતુ ભારતના અલગ અલગ મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે ઉજવણીનો માહોલ જોવા મળે છે.
હાલમાં જ કચ્છમાં આવેલા માં મોગલ નું મંદિર એટલે કે કબરાઉ ધામમાં બિરાજમાન ગાદીપતિ મણીધર બાપુએ વ્રત ઉપવાસ ભગવાન પ્રત્યેની આસ્થાને લઈ ખૂબ જ સુંદર મજાની વાત કરી હતી જે આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ. આજે માં મોગલના આ કબરાઉ ધામમાં દેશ વિદેશથી તમામ ભક્તો માં મોગલના દર્શન કરવા માટે પધારે છે પોતાના દ્વારા આવેલા કોઈપણ ભક્તોને મા મોગલ નિરાશ થવા દેતી નથી અને તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. દરેક ભક્તોને મા મોગલ પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા રહેલી છે. આ કારણથી જ અહીં દર મંગળવારે અને રવિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ મંદિરમાં એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી માત્ર માતાજી પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી દરેક મનોકામના પૂરી થાય છે.
અહીંના ગાદીપતિ મણીધર બાપુ પણ એક પણ રૂપિયાનો સ્વીકાર કરતા નથી પરંતુ તે રૂપિયા દીકરી અને બહેનને આપે છે અથવા ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરવા માટેનું કહે છે. મણીધર બાપુ અનેક વાર કહેતા હોય છે કે મા તો માત્ર ભાવની ભૂખી છે. તમારું ધન જો બેન અથવા દીકરીને આપશો તો માં મોગલ વધારે રાજી થશે અને તમને આશીર્વાદ આપશે. આ સાથે બાપુએ હજુ એક સુંદર મજાની વાત કરી હતી.
આજે લોકો અગિયારસ પૂનમ અથવા રવિવાર મંગળવાર શનિવાર જેવા દિવસે વ્રત અથવા ઉપવાસ કરે છે. મણીધર બાપુએ આ વ્રત અને ઉપવાસ માટે કહ્યું કે જો તમારે માતાજીને પ્રસન્ન કરવા છે તો કોઈ વ્રત કે ઉપવાસ કરવાની જરૂર નથી. પરંતુ માત્ર તે દિવસે કોઇ ગરીબ જરૂરિયાત મંદને મદદ કરો તેમને કપડાં આપો અથવા તેમની માટે ભોજનની વ્યવસ્થા કરો. તો પણ માતાજી ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે. તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. મણીધર બાપુ ની આ વાત બિલકુલ સત્ય છે કારણકે ગરીબ અને જરૂરિયાત મંદની સેવા કરવાથી માતાજી આપોઆપ આપણા પર રાજી થશે આ માટે જ સૌ ગરીબ જરૂરિયાતમંદ ની મદદ કરો તેમના જીવનને પણ ખુશીઓથી ભરવાનો પ્રયત્ન કરો.
આપણે ઘણીવાર સાંભળ્યો છે કે માનવસેવા એ જ પ્રભુ સેવા છે માનવની સેવા કરવાથી પ્રભુ આપોઆપ પોતાની સેવા સ્વીકારી લે છે મણીધર બાપુ પણ માતાજીના દર્શન કરવા આવેલા તમામ ભક્તોને ઘણીવાર કહેતા હોય છે કે તમારી આસપાસ અથવા તમારા ભાઈઓમાં કોઈપણને મદદની જરૂર હોય તો તેમને તમારા થકી બની શકે તેટલી મદદ કરવાનો પ્રયત્ન કરો હજાર હાથ વાળી માતાજી તમારી પર ખૂબ જ રાજી થશે. જીવનમાં માવા બીડી તમાકુ સિગરેટ કે અન્ય કોઈપણ ગુટખા નું વ્યસન ક્યારેય ન કરશો કારણ કે આ તમારા પરિવાર અને તમને બરબાદ કરી દેશે. ખૂબ સારું જીવન જીવો લોકોને બની શકે એટલી મદદ કરો અને બસ તેમના જ આશીર્વાદ થકી તમારા જીવનમાં ઈમાનદારીથી આગળ વધો. અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસથી દૂર રહો તમારા કર્મો અને માતાજીના આશીર્વાદ પર વિશ્વાસ રાખો તે આપોઆપ સમય આવીએ તમારું બધું કાર્ય પૂરું કરશે.