સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતાં હોય છે. જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આવા ઘણા વીડિયો છે જે આપણને આશ્ચર્યચકિત કરી દે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર સાપ અને કાગડાનો એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સાપ અને નોળિયાને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે.
એકબીજાને જોતાં જ તેઓ મારવા તૈયાર થઈ જાય છે. નોળીયા ઉપરાંત એવા પણ કેટલાક પક્ષીઓ છે જે સાપને જોતા જ હુમલો કરે છે અને તેમને પોતાનો શિકાર બનાવી લે છે. આમાં, ગરુડ પ્રથમ નંબર પર છે, તે વિશ્વનું સૌથી ખતરનાક શિકારી પક્ષી માનવામાં આવે છે. પરંતુ, કાગડા પણ સાપ માટે ઓછા ખતરનાક નથી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાગડો અને સાપ સામસામે છે. સાપ તેનાથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો છે જ્યારે કાગડો સાપ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે. કાગડો સાપ પર હુમલો કરવા માટે ત્યાં ચક્કર મારવા લાગે છે. પરંતુ, સાપ તેને તક આપવા પણ તૈયાર નથી.
View this post on Instagram
જોકે, કાગડો તક શોધી લે છે અને તેની તીક્ષ્ણ ચાંચ વડે સાપને ડંખ મારવાની કોશિશ કરે છે. એક કાગડો તેના પર એટલો ખરાબ હુમલો કરે છે કે તેની હાલત ખરાબ થઈ જાય છે. એક-બે વાર સાપે કાગડા પર હુમલો કરવાની કોશિશ કરી પરંતુ કાગડો તેના હુમલાથી બચી ગયો. આ ભયંકર લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં આ વીડિયોને 22 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને જ્યાં સેંકડો લોકોએ લાઈક કર્યો છે. ત્યારે યુઝર્સ દ્વારા વીડિયો જોયા બાદ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે. કેટલાક લોકો પૂછે છે કે, અહીં સાપ શિકારની જેમ લાચાર કેમ દેખાય છે જ્યારે તેઓ પક્ષીઓ કરતાં પણ વધુ ખતરનાક હોય છે?