હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. ઓગસ્ટ બાદ ફરી એકવાર ગુજરાતમાં ચોમાસાના બીજા તબક્કાનું આગમન થવા જઈ રહ્યું છે. આ અંગે હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થવા લાગ્યો છે. રાજ્યના 20 જિલ્લામાં હજુ પણ વરસાદની અછત છે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે, વરસાદના આ નવા રાઉન્ડથી આ ઘટમાં મહદ્દઅંશે ઘટાડો થશે. આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે છોટા ઉદેપુર-નર્મદા, સુરત-તાપી-ડાંગ-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
નર્મદા, તાપી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર , ભરૂચ, સુરત, ડાંગ , નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ , મહીસાગર, વડોદરા, અમરેલી, ભાવનગરમાં સોમવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત, 17 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે તેમજ પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
18 સપ્ટેમ્બરના રોજ નર્મદા, તાપી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે તેમજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર,વડોદરા, અમરેલી, ભાવનગમાં ભારે વરસાદની આગાહી છે.
તેમજ 19 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં ભારેથી અતિભારે તેમજ પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, 20 સપ્ટેમ્બરે કચ્છ-દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.