ટીવી સિરિયલની દુનિયામાં અનુપમા શો દરેક લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગયો છે ઓછા સમયમાં આ શો ની લોકપ્રિયતા દિવસેને દિવસે ખૂબ જ વધતી જોવા મળે છે. આ સીરીયલને લઈ અનેક સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં સમાચાર ફરી રહ્યા છે કે આ શો ના મેકર સીરીયલમાં બદલાવ લાવવાનું વિચારી રહ્યા છે. પરંતુ હજુ સુધી તેને કોઈ સાચી સ્પષ્ટતા કે ખબર સામે આવી નથી. આ બદલાવને કારણે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સીરીયલ માંથી બહાર થઈ શકે છે. આ સમાચારને કારણે ઘણા લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી પરંતુ જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં કેવા ફેરફારો આ સીરીયલમાં થઈ શકે છે.
આ સીરીયલ હાલમાં સૌથી વધારે લોકપ્રિયતા મેળવનારી પ્રથમ નંબરની સિરીયલ બની ચૂકી છે. અનુપમા સીરીયલ ની બોલબાલા તમામ લોકોની વચ્ચે ખૂબ જ જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી સમાચાર સામે આવી રહ્યા છે કે સીરીયલ ના મેકર અનુપમા માં ત્રીજો લિપ લાવવાની યોજના બનાવી રહ્યા છે જેને કારણે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સીરીયલ માંથી હંમેશાં માટે બહાર થશે. આબાદ એવા પણ સમાચાર સામે આવ્યા છે કે હવે અનુપમા સીરીયલમાં આધ્યા ને લઇ એક નવી કહાની શરૂ થશે.
માત્ર એટલું જ નહીં પરંતુ આ સીરીયલમાં હવે આધ્યાનો એક બોયફ્રેન્ડ હોવાની પણ શક્યતા છે. આ સમાચાર વચ્ચે આધ્યા નું પાત્ર ભજવનારી ઓરા ભટનાગર એ પોતાનો મંતવ્ય લોકો સમક્ષ રજૂ કર્યો હતો. હવે ટૂંક જ સમયમાં આધ્યા નું પાત્ર ભજવનારી અભિનેત્રીએ ઇન્ટરવ્યૂમાં આ વાતને લઈ સૌથી મોટો ખુલાસો કર્યો છે. આ વાતની શરૂઆતમાં તેમણે કહ્યું કે તેમના માતા-પિતા પ્રોડક્શન હાઉસ વિશે બધું જ જાણે છે.
જો મેકર્સ સિરિયલમાં લિપ યોજના વિશે તૈયારી કરી રહ્યા હોત તો તેમણે આ અંગે અમને ચોક્કસ જણાવ્યું હોત. પરંતુ આ સમાચારની હજુ સુધી કોઈ ખાસ સ્પષ્ટતા અથવા અપડેટ સામે આવી નથી. જેથી આપ સૌને જણાવું છું કે સીરીયલમાં કોઈ લીપ યોજનાની તૈયારી થઈ રહી નથી. આ અંગે વધુ વાત જણાવતા કહ્યું કે આવનારા દિવસોમાં મેકર્સ સીરીયલમાં આધ્યા નો લવ ટ્રેક તૈયાર કરશે તો તે હંમેશા માટે સીરીયલ ને અલવિદા કહી દેશે. આપને જણાવી દઈએ કે અભિનેત્રી હાલમાં માત્ર ૧૩ વર્ષની છે જેને કારણે તે પોતાની ઉમર પ્રમાણે નો રોલ ભજવવા માંગે છે. આ અંગે અભિનેત્રી ની માતાએ પણ આધ્યાને લવ ટ્રેક થી દૂર રાખવા માટે જણાવ્યું હતું.