કોઈ અભિનેત્રીથી કમ નથી ઉત્તર પ્રદેશની આ સુંદર આઈપીએસ ઓફિસર, જાણો તેમના સંઘર્ષ કહાની

વાઇરલ

આપણે સૌ લોકો જાણીએ છીએ કે યુપીએસસી એ સૌથી અઘરી પરીક્ષા માં સમાવેશ થાય છે. ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાર કરવાની તૈયારીઓ કરતા હોય છે. પરંતુ ખૂબ જ ઓછા ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયા આગળ વધી શકે છે ઘણા લોકો તો લાખો રૂપિયાની નોકરી છોડીને પણ upsc પરીક્ષાની તૈયારી કરતા હોય છે. આ પરીક્ષાની તૈયારી પાછળ ઘણા ઉમેદવારોની સંઘર્ષ કહાની રહેલી હોય છે જે દરેક લોકોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડતી હોય છે આવી અનેક વાતો અને સંઘર્ષ ગાથા સોશિયલ મીડિયામાં સામે આવતી હોય છે આજે એક એવું જ ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરતી યુવતીની વાત કરવા જઈ રહ્યા છીએ.

યુપીએસસી પરીક્ષામાં સફળ થનારી આશના ચૌધરીએ વર્ષ 2022 માં ત્રીજા પ્રયાસમાં યુપીએસસી ની પરીક્ષા પાસ કરી હતી. આ પહેલા 2020 માં તેમણે પ્રથમવાર યુપીએસસી પરીક્ષા આપી હતી પરંતુ તેમાં તેને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેને હાર ન માની અને ફરીવાર પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો પરંતુ તે માત્ર 2.5 માર્ક્સથી રહી ગઈ હતી. આ પછી ત્રીજા પ્રયાસમાં પાસ થવા મા તે સફળ રહી હતી.

આશના ચૌધરી માત્ર દેશ સેવાના કાર્યમાં નહીં પરંતુ પોતાની સુંદરતાના મામલામાં બોલીવુડની અભિનેત્રીને પણ પાછી પાડે છે. આશના ચૌધરી નો જન્મ ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાના પીલખુવા ગામમાં થયો હતો. આજે સોશિયલ મીડિયામાં પણ તેના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે.આશના ચૌધરીને લોકો બ્યુટી વિથ બ્રેન તરીકે ઓળખે છે.આશના ચૌધરી નો સમગ્ર પરિવાર પ્રોફેશનલ વ્યવસાય સાથે સંકળાયેલો છે.

પરિવારના તમામ સભ્યોને લાગતું હતું કે આશના જરૂરથી પીએચડી નો અભ્યાસ કરી કોઈ ખાસ ક્ષેત્રમાં આગળ વધશે. પરંતુ તે કંઈક અલગ જ કરવા માંગતી હતી.આશના ના પિતા સરકારી નોકરી સાથે જોડાયેલા છે. આ કારણથી જ તેને સરકારી અધિકારી બની દેશ સેવા કરવાનો નિર્ણય લીધો હતો. અભ્યાસની વાત કરીએ તો આશનાએ ગાઝિયાબાદમાં સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલથી અભ્યાસ કર્યો છે. લેડી શ્રીરામ કોલેજ ઇંગ્લિશ લિટરેચરમાં ઓનર્સ કર્યા બાદ તેણે સાઉથ એશિયન યુનિવર્સિટીથી ઇન્ટરનેશનલ રિલેશંસમાં માસ્ટર કર્યુ પરંતુ આ દરમિયાન તેને અનેક પરીક્ષા આપી યુપીએસસી પરીક્ષા માટેની તૈયારીઓ કરી હતી.

આશના ચૌધરીએ પોતાના જીવનમાં અનેક સંઘર્ષનો પાર કર્યો તેમને પરીક્ષામાં સફળતા મેળવવા માટે આઠથી નવ કલાક મહેનત કરી હતી. પરંતુ પહેલા બંને પ્રયાસોમાં નિષ્ફળ રહી છતાં પણ તેમને હાર ન માની સંઘર્ષો સામે લડવાનું નક્કી કર્યું અને આખરે યુપીએસસી પરીક્ષા પાર કરી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા હતા. આજે આશના ચૌધરીની સંઘર્ષ કહાની દરેક લોકો માટે પ્રેરણા રૂપ અને માર્ગદર્શન બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *