બોલિવૂડની અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ક્રિતી સેનાના હાલમાં પોતાની પર્સનલ લાઇફ અને લવ સ્ટોરી ને કારણે લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચાનો વિષય બની રહે છે તથા સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ સમાચાર જોવા મળે છે. હાલમાં કીર્તિ સેનન નું નામ કબીર બાહીયા સાથે જોડવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ક્રિતી સેનન અને કબીર બાહિયા બંને લોકો એક સાથે ગ્રીસમાં વેકેશનની મજા માણતા જોવા મળ્યા હતા જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ અભિનેત્રીની લવ સ્ટોરી એ જોર પકડ્યું હતું. આબાદ સોશિયલ મીડિયામાં બંને લોકોની ડેટિંગને લઈ પણ સમાચાર ખૂબ જ ઝડપથી વાઇરલ થતા જોવા મળ્યા હતા આ બાદ ફરીવાર કબીર નું નામ હેડ લાઈનમાં આવી ગયું છે.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અભિનેત્રી ક્રિતિ સોશિયલ મીડિયામાં ખૂબ જ પોતાના ચાહકો સાથે એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો અને વિડિયો શેર કરતી હોય છે તેમણે હાલમાં જ એક ડાન્સનો વીડિયો શેર કર્યો છે જેમાંથી અલગ અલગ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો શેર કરતા અભિનેત્રીએ પોતાના કેપ્ટનમાં લખ્યું હતું કે આ સાચે એક ડેડલી એક્ટ હતો. સ્ટેડિયમમાં લાઇવ શોમાં મોટી ભીડ હોતી નથી. આ પોસ્ટ પર ઘણા બધા ચાહકોએ પણ કોમેન્ટ કરી હતી પરંતુ કબીર બાહીયા ની કોમેન્ટ ખૂબ જ વાયરલ થઈ હતી અને તેણે લખ્યું હતું કે મેં મર ગયા. છેલ્લા ઘણા સમયથી બંને લોકોના સંબંધને લઈ અનેક અટકળો ચાલી રહી છે પરંતુ હજુ સુધી બંને લોકો તરફથી કોઈ સાચી સ્પષ્ટતા સામે આવી નથી.
હવે આપને પ્રશ્ન થશે કે અભિનેત્રી ક્રિતી સેનન સાથે નામ જોડાઈ રહેલું કબીર બહિયા હકીકતમાં કોણ છે? તો ચાલો આપને તેમના વિશે થોડું જણાવીએ. કબીર છેલ્લા ઘણા સમયથી લંડન માં રહે છે. એમનો પરિવાર પણ ખૂબ જ સમૃદ્ધ છે. કબીર ના પિતા કુજીંદર બહીયા યુકે ના સફળ બિઝનેસમેન છે. યુકેની ટ્રાવેલ એજન્સી સાઉથ હોલ ટ્રાવેલ ના તેઓ ફાઉન્ડર છે.કબીર ના પિતાની નેટવર્ક 427 મિલિયન પાઉન્ડ કરતાં પણ વધારે છે. આપને જણાવી દઈએ કે કબીર ક્રિતી સેનન કરતા 9 10 વર્ષ નાનો છે કારણ કે તેનો જન્મ 1999 માં થયો હતો જ્યારે કૃતિની ઉંમર હાલમાં 34 વર્ષની છે.
કબીરે પોતાનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં આવેલી મીલફિલ્ડ નામની સ્કૂલમાં પૂર્ણ કર્યો છે. કબીર ક્રિકેટનો ખૂબ જ શોખ ધરાવે છે આ કારણથી જ એ સ્કૂલના દિવસોમાં પણ મોટેભાગે ક્રિકેટ રમવાનું વધારે પસંદ કરતો હતો. કબીરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ મહેન્દ્રસિંહ ધોની થી માંડી હાર્દિક પંડ્યા સાથેની તસવીરો પણ શેર કરી છે. 2018માં કબીર મહેન્દ્રસિંહ ધોની ની પત્ની સાક્ષીની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો હતો.જ્યારે અન્ય તસવીરમાં ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે પણ જોવા મળી રહ્યો છે.
આપને જાણીને નવાઈ લાગશે કેજો કબીર ક્રિતી સેનન સાથે લગ્ન કરશે તો તે મહેન્દ્રસિંહ ધોનીના પરિવારનો એક ભાગ બનશે કારણ કે કબીર મહેન્દ્રસિંહ ધોની નો સાળો છે. એ ધોની ની પત્ની સાક્ષી નો પિતરાઈ ભાઈ છે. ક્રિતી સેનન ની બહેન નૂપુર સેનન પણ કબીર અને મહેન્દ્રસિંહ ધોની હાર્દિક પંડ્યાની અનેક પાર્ટી તથા ફંકશનમાં સાથે જોવા મળી હતી જેને કારણે હવે બંને લોકો એક પરિવાર બની ચૂક્યા છે.