આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે નોકરી કરનાર વ્યક્તિ ક્યારે ધનવાન બની શકતો નથી અથવા તે પોતાના અને પરિવારના સપનાને ક્યારે પૂરા કરી શકતો નથી માત્ર ગુલામની જેમ દિવસ રાત કામ કરીને પોતાના શેઠ અથવા બોસને રાજી કરવા પડે છે તથા એક એક રજા લેવા માટે કેટલાય પ્રયત્નો કરવા પડે છે વ્યક્તિ ક્યારે આઝાદી થી જીવન જીવી શકતો નથી. પરંતુ સુરતની એક ખાનગી હીરા કંપનીએ પોતાના કર્મચારીઓને એક સાથે દસ દિવસની રજા આપી દીધી છે. આ કંપની બીજી કોઈ નહીં પરંતુ સુરતમાં હીરા મેન્યુફેક્ચરિંગ કરતી કિરણ જેમ્સ છે. આપને જણાવી દઈએ કે આ કંપની સમગ્ર વિશ્વમાં હીરા પોલીસ કરતી સૌથી મોટી કંપની છે.
આ કંપનીના ચેરમેન વલ્લભભાઈ લખાણીએ તમામ કર્મચારીઓને દસ દિવસની રજા આપી છે. હવે તમને થશે કે દસ દિવસની રજામાં તમામ કર્મચારીઓને કેટલું મોટું નુકસાન થશે પરંતુ તમામ કર્મચારીઓને એક રૂપિયાનું પણ નુકસાન થશે નહીં કારણકે આ વેકેશન દરમિયાન તમામ લોકોના પગાર ચાલુ રહેશે. જી હા મિત્રો તમને આ વાત સાંભળીને જરૂરથી નવાઈ લાગશે પરંતુ આ સત્ય હકીકત છે કારણકે કંપનીના ચેરમેન વલ્લભભાઈ લખાણી કહી રહ્યા છે કે હાલમાં હીરાની વિશ્વના દેશોમાં ઘણી માંગ ઘટી રહી છે. જેને કારણે આવી મંદીની સ્થિતિમાં ઉત્પાદન કરવાનો કોઈ અર્થ નથી. માત્ર સ્ટોક કરી ઉત્પાદન ન કરી શકાય આ કારણથી જ કંપનીના 50000 કર્મચારીઓને વેકેશન આપી દીધું છે.
આ કંપનીના અન્ય સીઇઓ કહી રહ્યા છે કે હીરાની નબળી માંગને કારણે વૈશ્વિક સ્તરે પણ ઘણો ઘટાડો જોવા મળે છે. આ સ્થિતિમાં અમારો ધંધો ચલાવો પણ ઘણો મુશ્કેલ પડી ગયો છે. આ સ્થિતિને કારણે જ તમામ કંપનીના કર્મચારીઓને 17 ઓગસ્ટ થી દસ દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે.એમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં સ્થિતિ ઘણી સુધરી શકે છે અને ફરીવાર હીરા બજારમાં હીરાની ચમક વધશે.કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી કહે છે કે અમારી કંપની 10 દિવસની રજા દરમિયાન પણ કર્મચારીઓને વળતર આપશે. આ કર્મચારીઓમાંથી 40 હજાર લોકો કુદરતી હીરાના કટ અને પોલિશિંગના કામ સાથે સંકળાયેલા છે, જ્યારે 10 હજાર લોકો લેબમાં હીરાના ઉત્પાદનમાં કામ કરે છે. તેમણે કહ્યું કે જો અન્ય કંપનીઓ પણ આવા પગલાં ભરે તો તે સમગ્ર ઉદ્યોગ માટે સારું રહેશે અને મંદીને ઝડપથી દૂર કરવામાં મદદ કરશે.