ગુજરાતના આ ખેડૂતે ખેતીકામ સાથે વાંચી નાખ્યા 7000 કરતાં વધારે પુસ્તક, પોતાના ઘરને બનાવી મીની લાઇબ્રેરી અને… જાણો વિગતે

વાઇરલ

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત ખેતીપ્રધાન દેશ છે મોટે ભાગના ખેડૂતો અલગ અલગ પાકનું ઋતુ અનુસાર વાવેતર કરતા હોય છે જેમાં ઘણીવાર ખેડૂતો ખેતીની સાથે અન્ય વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોય છે જે માટે ખૂબ જ વધારે પ્રમાણમાં કમાણી કરતા હોય છે તો ઘણીવાર તેઓ સરાહનીય કાર્ય કરી લોકોની વચ્ચે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. આજે આપણે એક એવા જ ખેડૂત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનું કાર્ય સાંભળ્યું તમે પણ વાહ વાહ કરવા લાગશો. હા મિત્રો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના આંબવાડ ગામમાં રહેતા 75 વર્ષના ઉકાભાઇ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે પરંતુ તેમના પુસ્તક પ્રેમને કારણે અત્યાર સુધી આ ખેડૂતે 7000 કરતાં પણ વધારે પુસ્તકો વાંચી નાખ્યા છે.

આપને જાણીને નવાઈ લાગશે કે ઉકાભાઇના પુસ્તક પ્રેમને કારણે તેમને પોતાનું આખું ઘર પુસ્તકાલય બનાવી દીધું છે. ઉકાભાઇ ના ઘરે જ્યાં જુઓ ત્યાં તમને માત્ર પુસ્તક જ જોવા મળશે. અત્યાર સુધી તેમને અલગ અલગ વિષયના 7000 કરતાં વધારે પુસ્તકો વાંચ્યા છે. પુસ્તક પ્રેમ ને કારણે ઉકાભાઇએ શ્રેષ્ઠ વાચક તરીકેનું સન્માન પ્રાપ્ત કર્યું છે. ઉકાભાઇ પાસેથી અનેક પ્રખ્યાત લેખકોએ પુસ્તકો મંગાવ્યા છે માત્ર એટલું જ નહીં પરંતુ તેમની પાસેથી પોતાના પુસ્તકના રીવ્યુ પણ લેતા હોય છે.

આ પુસ્તક પ્રેમ ઉકાભાઇ ને પોતાના પિતા પાસેથી પ્રાપ્ત થયો હતો. આજે ઉકા દાદા નવી પેઢીને પુસ્તકો વાંચવા માટે સતત પ્રેરિત કરી રહ્યા છે અને લોકો સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરી શ્રેષ્ઠ ખેડૂત તરીકેની ભૂમિકા ભજવી છે. ઉકા દાદાએ પોતાનો અભ્યાસ આંબાવાડ ગામમાં જ કર્યો હતો. માત્ર ત્રણ ચોપડી ભણેલા ઉકા દાદાએ અત્યાર સુધી વાર્તા, નવલકથા, નવલિકા, વિવેચન, કવિતા, આત્મકથા, અછાંદસ અને રૂપાંતર વગેરે સાહિત્ય જેવા વિવિધ વિષયો લક્ષી પુસ્તકો પર વાવણી કરી સંસ્કાર સંસ્કૃતિ સભ્યતા જેવી જમીનનું નિર્માણ કર્યું છે. ઉકા દાદા ને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ છે. શરૂઆતમાં તેઓ માત્ર ધાર્મિક પુસ્તકો વાંચવાનું વધારે પસંદ કરતા હતા પરંતુ ધીરે ધીરે પુસ્તક પ્રત્યે વધારે રસને કારણે તેમણે અલગ અલગ વિષયોના પુસ્તક વાંચવાનું શરૂ કર્યું.

આજે તેમના ઘરે પુસ્તકો સાથે સાથે 50 જેટલા દૈનિક સામાયિક પત્રો પણ આવે છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ ખેતીકામથી દૂર છે પરંતુ પુસ્તકની નજીક હંમેશા રહેવાનું વધારે પસંદ કરે છે. ઉકા દાદા ને તેમના જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.આઝાદીના એક મહિના અગાઉ જન્મેલા ઉકાભાઈને પિતા હરિભાઈ જોઈ શક્યા ન હતા. દીકરાના જન્મના 6 મહિના પહેલા જ મૃત્યું થયું હતું. પરંતુ તેમને પિતાના જીવનમાંથી પુસ્તક પ્રેમનો એક અનોખો જ પાઠ શીખ્યો હતો. માત્ર ત્રણ ધોરણ ભણી અભ્યાસ છોડી તેઓ ખેતી કામ સાથે જોડાયા ત્યારબાદ તેને અલગ અલગ વિષયો પર પુસ્તકો વાંચ્યા અને સૌથી વધારે આઝાદીના લડવૈયાઓને આત્મકથા અને તેમના કાર્ય વિશે જાણકારી મેળવી સૌથી વધારે સરદાર વલ્લભભાઈ પટેલના પુસ્તકો તેમને વાંચ્યા છે.

આ કારણથી જ તેમના સંતાનોના નામ પણ વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ ના નામ પરથી જ રાખ્યા છે આજે એમના ઘરે સંતાનોના પણ સંતાનો છે પરંતુ પુસ્તક પ્રત્યેનો પ્રેમ હજુ પણ ઓછો થયો નથી તેઓ આજની પેઢીને પણ પુસ્તક વાંચ્યા પ્રત્યે પ્રેરિત કરી રહ્યા છે.ઉકા દાદા ના ઘરે થી ઘણા બધા લોકો પુસ્તક વાંચવા માટે લઈ જતા હોય છે. ઘણા લોકો પુસ્તકો પરત આપે છે પરંતુ ઘણા લોકો સાવ લઈ જતા હોય છે. પરંતુ ઉકા દાદા કહે છે કે અમારા માટે દરેક લોકોમાં પુસ્તક પ્રત્યેનો પ્રેમ કેળવાય રહે એ જ ઘણું મહત્વનું છે.અમદાવાદમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત પુરસ્કાર સન્માન સમારોહમાં શ્રેષ્ઠ વાચક તરીકેનું સન્માન પ્રાપ્ત થયો હતો. આજે ઉકા દાદાએ વાંચન પ્રત્યે સમગ્ર ગુજરાતમાં ગર્વ અપાવ્યું છે અને આજની પેઢીને સતત પુસ્તકો પ્રત્યે આગળ વધારી રહ્યા છે જેથી આવનારા ભવિષ્ય અને બાળકોનું રક્ષણ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *