હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાથેના છૂટાછેડા બાદ લોકોની વચ્ચે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની રહે છે અને અવારનવાર અનેક સમાચાર વાયરલ થતા જોવા મળે છે. આપને જણાવી દઈએ કે નતાશા સાથેના છૂટાછેડા બાદ હાર્દિક પંડ્યા નું નામ અનેક ખૂબસૂરત હસીના સાથે જોડાઈ રહ્યું છે પરંતુ હજુ સુધી તેને લઈ કોઈ ખાસ સ્પષ્ટતા કે ખબર સામે આવી નથી. છૂટાછેડા બાદ સૌપ્રથમ હાર્દિક નું નામ બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોડાયું હતું ત્યારબાદ બ્રિટિશ સિંગર જસ્મીન વાલીયા સાથે પણ ચર્ચામાં આવ્યું હતું. હાલમાં જ એક ખૂબસૂરત હસીનાએ હાર્દિક પંડ્યા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરી ખુલેઆમ પ્રપોઝ કર્યું છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે પરંતુ સાચી માહિતી શું છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું.
આ અભિનેત્રીનું નામ ઈશિતા રાજે છે કે જેણે પ્યાર કા પંચનામાં સિરિયલમાં કામ કર્યું છે. હાલમાં જ આ અભિનેત્રી લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની હતી તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે અભિનેત્રી હાર્દિક પંડ્યા માટે પોતાનો પ્રેમ લોકો સમક્ષ ખુલ્લેઆમ વ્યક્ત કર્યો હતો. થોડા સમય પહેલા હાર્દિક પંડ્યા બ્રિટિશ સિંગર જસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો છે તેવા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળ્યા હતા કારણ કે બંને લોકો એક જ જગ્યાએ એક સાથે નજરે પડ્યા હતા જેને કારણે આ ચર્ચાએ જોર પકડ્યું હતું.
View this post on Instagram
આ ચર્ચાને હજી લાંબો સમય થયો નથી ત્યાં ઈશિતા રાજે હાર્દિક પંડ્યા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને હાર્દિક પંડ્યા ની પ્રેમ કહાની ફરીવાર હેડલાઈનમાં આવી હતી. આ સમાચારની વિગતવાર વાત કરીએ તો હાલમાં જ ઈશિતા રાજે ફિલ્મ જ્ઞાનને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ઇન્ટરવ્યૂમાં અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે વચ્ચે અભિનેત્રીને હાર્દિક પંડ્યા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં ઈશિતા એ કહ્યું હતું કે હાર્દિક પંડ્યા ભારતની ટીમ માટે સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે.જ્યારે તે મેદાનમાં હોય છે ત્યારે તેને જોવાની મજા જ કંઈક અલગ છે.
View this post on Instagram
હું તેને પ્રેમ કરું છું.તે મિડલ ઓર્ડરમાં ભારતીય ક્રિકેટ ટીમનો જીવ છે. એ મારા ફેવરિટ ક્રિકેટરો માંથી એક છે. આ રીતે ઈશિતાએ હાર્દિક પંડ્યા અંગે પોતાનો પ્રેમ રજૂ કર્યો હતો. સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ તમામ લોકોએ ઈશીતા રાજાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અલગ અલગ પ્રતિસાદ આપ્યા હતા એક વ્યક્તિએ કહ્યું હતું કે શું તમે અમારા નવા ભાભી છો તો બીજા વ્યક્તિએ કહ્યું હતું કે હાર્દિક પંડ્યા આ રહા હૈ પરંતુ હજુ સુધી આ પ્રેમ કહાની અંગે કોઈ ખાસ ખબર સામે આવી નથી પરંતુ હવે જોવાનું એ રહ્યું કે હાર્દિક પંડ્યા ઈશિતા રાજના આ નિવેદન ઉપર પોતાની શું પ્રતિક્રિયા આપી શકે છે.