આજકાલ સોશિયલ મીડિયા પર દરરોજ રમૂજી ડાન્સના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે કેટલાક વિડિયો અને ડાન્સ સ્ટેપ એટલા રમુજી હોય છે કે લોકો તેને વારંવાર જોતાં હોય છે અને શેર પણ કરતાં હોય છે. ત્યારે હાલ ફરીવાર સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ જબરદસ્ત ડાન્સ કરતાં જોવા મળે છે.
એક કાકા સ્ટેજ પર કૂદી પડે છે અને ‘લુંગી ડાન્સ’ ગીત પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. હલ્દી ફંક્શનનો આ વાયરલ વીડિયો જોઈને બધા ચોંકી ઉઠે છે. જ્યારે શાહરૂખ ખાનની ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસનું ગીત ‘લુંગી ડાન્સ’ વાગવા લાગે છે. ત્યારે દરેક લોકો ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળે છે. આ ગીત સાંભળીને એક કાકા તરત જ સ્ટેજ પર આવે છે અને પોતાની લૂંગી સાથે લૂંગી ડાન્સ કરવા લાગે છે. કાકાનો ડાન્સ જોઈને ત્યાં હાજર રહેલા મહેમાનો તો જોતા જ રહી જાય છે.
View this post on Instagram
આ ઉર્જાથી ભરપૂર ડાન્સ ફંક્શનમાં આ કાકા મહેમાનોને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા. પરંતુ આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ વીડિયો પપ્પુલન નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકો દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો છે અને લાખો લોકોએ તેને લાઈક પણ કર્યો છે.
ઘણા યુઝર્સે આ વિડીયો પર ફની કોમેન્ટ્સ પણ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, ‘આ રિયલ લુંગી ડાન્સ છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું ‘લુંગી વડે સ્ટેજ માપવાની નિન્જા ટેક્નિક’. અન્ય યુઝરે કટાક્ષ કર્યો કે એક ઉંદર તેની લુંગીમાં ઘૂસી ગયો છે અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ વિડીયો જોયા બાદ દરેક વ્યક્તિઓ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહી છે.