સુરત: અકસ્માતે લીધો 3 મહિનાના બાળકનો જીવ – માતા-પિતાની નજર સામે નીપજ્યું દીકરાનું મોત, જાણો સમગ્ર ઘટના

ગુજરાત

સુરત શહેરમાં દરરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કાઈમ વિસ્તારમાં અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે, બાઇક સવાર મહિલાની સાડીનો છેડો ટાયરમાં ફસાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જાતા મહિલાના પતિ અને માસુમ બાળક રોડ ઉપર પટકાયા હતા. આ કારણોસર ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ દરેકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

માતા-પિતાની નજર સામે માત્ર ત્રણ મહિનાના બાળકનું મોત નિપજતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને જાણવા મળ્યું છે કે, એક યુવક પોતાની પત્ની અને માસુમ બાળક સાથે બાઈક પર જય રહ્યો હતો. આ દરમિયાન, તેમની પત્નીનું સાડીનો છેડો બાઈકના ટાયરમાં ફસાઈ ગયો હતો જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં યુવક તેની પત્ની અને તેના ત્રણ મહિનાના માસુમ બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બન્યા બાદ ત્રણેયને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા માસુમ બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, માતા-પિતા પોતાના બાળકને લઈને રસી મુકાવવા માટે જય રહ્યા હતા. આ દરમિયાન, કિમ GEB ઓફિસ નજીક ચાલુ બાઈકમાં આ અકસ્માતની ઘટના બની હતી. માત્ર ત્રણ મહિનાના દીકરાનું મોત થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃત્યુ પામેલા માસુમ બાળકના પિતાનું નામ નાગેન્દ્ર પટેલ હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *