સુરત: છઠ્ઠા માળેથી નીચે પટકાતાં 19 વર્ષના યુવકનું નીપજ્યું કરુણ મોત, પરિવારમાં છવાયો માતમ – ૐ શાંતિ

ગુજરાત

આજકાલ સુરત શહેરમાં દરરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ફરીવાર સુરતના ભીમરાડમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક નવનિર્મિત ઈમારતના છઠ્ઠા માળેથી પડી જવાથી 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

જાણવા મળી રહ્યું છે કે, સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન લોડીંગ લીફ્ટમાંથી સામાન નીચે ઉતારતી વખતે લાકડાનો ટેકો તૂટી ગયો હતો અને યુવક છઠ્ઠા માળેથી નીચે પડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

ત્યારબાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા યુવકની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી.

મળતી માહિતી મુજબ, આ ઘટના ગઈકાલે બની હતી. મૂળ ઉત્તર પ્રદેશ અને સુરતના ભીમરાડ વિસ્તારમાં બાંધકામ સાઈડ પર કામ કરતાં વિનુભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. વિનુભાઈનો 19 વર્ષનો દીકરો અલ્કેશ છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે કામ કરતો હતો. ત્યારે ગઈકાલે અલ્કેશનું છઠ્ઠા માળેથી નીચે પડી જવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું.

માત્ર 19 વર્ષના દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, અલ્કેશ ઉપરથી નીચે પડ્યો. ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *