ગણેશ મંડપમાં ડાન્સ કરતી વેળાએ યુવકનું અચાનક જ હાર્ટ એટેક આવતા નીપજ્યું કરુણ મોત, જુઓ વિડીયો

વાઇરલ

આજકાલ દેશભરમાં અનેક અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે. ખાસ કરીને તાજેતરના સમયમાં ગુજરાત સહિત દેશભરમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં ડાન્સ કરતી વખતે એક યુવકનું અચાનક હાર્ટ એટેકથી મોત થયું હતું. વિડિયોમાં જોવા મળે છે કે, યુવક તેના મિત્ર સાથે ગણેશ મંડપમાં ડાન્સ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે જમીન પર પડી ગયો.

ત્યારબાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવકની ઓળખ પ્રસાદ તરીકે થઈ છે અને તેની ઉંમર 26 વર્ષ હતી. આ ઘટના બુધવારે રાત્રે બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોને Teluge Scribe નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ઘટના આંધ્રપ્રદેશની છે. વીડિયોમાં તમે પ્રસાદને તેના એક મિત્ર સાથે ડાન્સ કરતા જોઈ શકો છો. બાદમાં ડાન્સ કરતી વખતે તે અચાનક જમીન પર પડી ગયો હતો.

આ ઘટના બનતા જ આસપાસના લોકો સ્થળ પર બેઠા થઈ ગયા હતા. આ પછી પ્રસાદને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રસાદનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *