હાલમાં ગુજરાત સહિત દેશભરમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે એક હ્રદયદ્રાવક અકસ્માતનો કિસ્સો સામે આવો રહ્યો છે. જેમાં બે બાઇક વચ્ચે સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પર સવાર પતિ-પત્ની અને તેમની પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાદમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે મહિલાના પતિ અને દીકરીની સારવાર હાલમાં ચાલુ છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના હમીરપુરમાંથી સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ રામવતી હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. રામવતી પોતાના પતિ અને પોતાની દીકરી સાથે પોતાના પિયરમાં ગઈ હતી. અહીં તેને પોતાના ભાઈને રાખડી બાંધી હતી.
રામવતી પોતાના પતિ અને દીકરી સાથે બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, રસ્તામાં પાછળથી આવતી એક બાઇકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેથી રામવતીના પતિએ બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઈક ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.
આ અકસ્માતની ઘટનામાં રામવતી, તેના પતિ અને તેની દીકરીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા આ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા રામવતીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
આ ઘટનાના સમાચાર મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.